જૂનાગઢ : જૂનાગઢ શહેરના ઇતિહાસનો પ્રથમ ઓવરબ્રિજ(first overbridge in the history of Junagadh city) બનવાને લઈને આજથી પાંચ વર્ષ પૂર્વે ગતિવિધિ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2021 માં જૂનાગઢના ઇતિહાસનો પ્રથમ ઓવર બ્રિજ બનાવાને લઈને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકાર અને રેલવે વિભાગે સંયુક્ત પણે ઓવરબ્રિજ બનાવવાને લઈને સહમતિ દાખવી હતી. જેને લઈને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓવરબ્રિજની ડિઝાઇન અને તેની પાછળ થનાર ખર્ચ ની તમામ વિગતો એજન્સી મારફતે તૈયાર કરાવી હતી. તેવા સમયે જૂનાગઢનો પહેલો ઓવરબ્રિજ હવે અંદર અને ઓવરબ્રિજ ના ચક્કરમાં ફસાઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાધીશો લોક માગણીને ધ્યાને રાખીને ઓવર બ્રિજને લઈને અંતિમ નિર્ણય કરાશે તેવો ભરોસો પણ અપાવી રહ્યા છે.
આ પણ વાંચો - NIA એ જલીલ મુલ્લાને જવા દેવાયો, બન્ને ટીમો થઈ રવાના
આ કારણોસર કામ અટવાયું - જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગની સહમતી બાદ હવે જૂનાગઢના ઓવરબ્રિજ ને લઈને મત મતાંતરો જોવા મળી રહ્યા છે. પહેલા બંને રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવાની યોજના અંતિમ ચરણમાં પહોંચાડવાની આવી હતી. ફરી એક વખત આ યોજનામાં ટ્વિસ્ટ જોવા મળ્યો અને હવે સરદારપરા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ અને બસ સ્ટેશન વિસ્તારના રેલવે ક્રોસિંગ પર અંદાજિત 80 કરોડની આસપાસના ખર્ચ અંડર બ્રિજ બનાવવાની યોજના અમલમાં મુકવા રાજ્યની સરકાર જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ કરી રહ્યું છે. જેને લઈને આ વિસ્તારના લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો - શ્રાવણના પહેલા સોમવારે કરો સોમનાથ મહાદેવની મહાઆરતીના દર્શન
પાણી ભરાવાની સમસ્યા - જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાર્મસી કોલેજ વિસ્તારમાં અંડરબ્રિજ બનાવ્યો છે. આ અંડર બ્રિજ ચોમાસા દરમિયાન પાણીથી ભરાઈ જાય છે. જેને કારણે ચોમાસા દરમિયાન અંડર બ્રિજ બિન ઉપયોગી બની રહે છે. આવી પરિસ્થિતિમાં બસ સ્ટેશન નજીક અંડરબ્રિજ બનાવવામાં આવે તો આ પ્રકારની સમસ્યા અહીં પણ જોવા મળી શકે છે. અહીંથી પાણીનો સીધો કોઈ પણ પ્રકારનો નિકાલ જોવા મળતો નથી જેને કારણે વરસાદનું પાણી અંડર બ્રિજમાં જમા થશે. જેને પરિણામે આ વિસ્તારનો ખૂબ મોટો જન સમુદાય ચોમાસા દરમિયાન મુશ્કેલીમાં ફસાશે તેમજ આ વિસ્તાર માંથી બહાર જવા માટે અન્ય કોઈ માર્ગ નહીં હોવાને કારણે પણ લોકોની મુશ્કેલીમાં ઘટાડો થવાની જગ્યા પર અંડર બ્રિજ મુશ્કેલીમાં વધારો કરશે તેવી ચિંતા આ વિસ્તારના સ્થાનિક લોકોએ વ્યક્ત કરી છે.