જૂનાગઢ: જૂનાગઢ શહેર અને જિલ્લામાં (Junagadh Corona Update) પાછલા 3 દિવસથી કોરોના સંક્રમિત કેસોના આંકડાઓમાં (corona case rise in junagadh) ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સંક્રમિત કેસોના આંકમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં આજે ફરી એક વખત વધારો થયો છે. જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 32 અને જિલ્લામાં 04 મળીને કુલ 36 જેટલા કેસ આજે સંક્રમિત સામે આવ્યા હતા.
જૂનાગઢ શહેર કે જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું નથી
પાછલા 3 દિવસ દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં સંક્રમિત કેસોના આંકમાં 15 જેટલા દર્દીઓનો વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે, આ ચિંતાજનક બાબત પણ માનવામાં આવી રહી છે. સૌથી રાહતના સમાચાર એ છે કે, હજુ સુધી જૂનાગઢ શહેર કે જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું નથી. સાથે સાથે એક કેસને બાદ કરતા ઓમિક્રોન સંક્રમિત કેસો પણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં જોવા મળતા નથી.
જૂનાગઢ જિલ્લામાં 36 સંક્રમિત કેસો સામે આવ્યા
આજે જુનાગઢ કોર્પોરેશન અને જિલ્લામાં 36 જેટલા સંક્રમિત કેસો સામે આવ્યા છે. ગઈકાલે સંક્રમિત કેસનો આંકડો 21 સુધી જોવા મળતો હતો. ગુરુવારના દિવસે જૂનાગઢ શહેર અને જિલ્લામાં 32 જેટલા સંક્રમિત કેસો સામે આવ્યા હતા, ત્યારે સતત આંકડામાં ઉતાર-ચઢાવ ચિંતાજનક માનવામાં આવે છે. સારવાર લઈ રહેલા 10 જેટલા દર્દીઓ સંક્રમણથી મુક્ત થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, તો સાથે સાથે ચાલી રહેલા રસીકરણ અંતર્ગત પણ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન (Junagadh Municipal Corporation) વિસ્તારમાં 3251 અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં 6732 વ્યક્તિઓને મળીને કુલ 9983 જેટલા વ્યક્તિઓને કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપતી રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
Junagadh Corona Update: જૂનાગઢમાં ધીમી ગતીએ પગલા માંડતો કોરોના
Omicron in Junagadh: ઓમિક્રોન સંક્રમિતોના જિલ્લામાંથી જૂનાગઢ પણ બાકાત ન રહ્યુ