ETV Bharat / city

લુપ્ત થતી અંબોડો ઓળવાની શૈલી માટે કરાયું સ્પર્ધાનું આયોજન - Ancient Head Scratching Habit

જૂનાગઢ મહિલા મંડળ(Junagadh Mahila Mandal) દ્વારા પ્રાચીન વાળ ઓળવાની પ્રથાને જીવંત રાખવા અંબોડા હેર આર્ટ માટે સ્પર્ધાનું આયોજન(Braid Hair Style Competition) કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બેહનો પ્રાચીન માથું ઓળવાની શૈલી એટલે કે અંબોડાની પરંપરાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.

લુપ્ત થતી મહિલાઓના વાળ ઓળવાની આ શૈલી માટે કરાયું સ્પર્ધાનું આયોજન

author img

By

Published : Jul 11, 2022, 6:35 PM IST

જૂનાગઢ: વાળને મહિલાનું ઘરેણું માનવામાં આવે છે. જે કુદરત દ્વારા વિશ્વની પ્રત્યેક મહિલાને એક સમાન રીતે આપવામાં આવ્યું છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ફેશનના(Western culture and fashion) જોરની વચ્ચે ભારતીય મહિલાઓ પ્રાચીન માથું ઓળવાની શૈલી ભૂલી ગઈ છે. એવું લાગી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ભારતીય નારીનના વાળ અને તેની ઓળવાની શૈલી અંબોડા વિશે મહિલાઓ જાગૃત થાય તે માટે જૂનાગઢમાં મહિલા મંડળ(Junagadh Mahila Mandal) દ્વારા વાળના અંબોડા વાળવાની વિશેષ સ્પર્ધાનું આયોજન(Braid Hair Style Competition ) તરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને વિસરાતી જતી આ પરંપરા ને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો.

જૂનાગઢમાં મહિલાઓએ બનાવ્યા અલગ પ્રકારના વાળના અંબોડા

મહિલાઓના વાળની ગુણવત્તા ઘટી રહી છે - ભારતીય સંસ્કૃતિમાં વાળ થકી મહિલા આદર્શ(Indian woman ideal) અને પરિપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ પાછલા ઘણા વર્ષોથી પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ(Blind imitation of Western culture) અને આધુનિક ફેશનના યુગમાં(Age of modern fashion) વાળની ગુણવત્તામાં ધટાડો જોવા મળ્યો છે. હાલના સમયમાં મહિલાઓના વાળની ગુણવત્તા ઘટી રહી છે. જેનું કારણ છે પાશ્ચાત્ય સંસ્કૃતિ.

આ પણ વાંચો: મહીસાગરમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

અલગ પ્રકારના વાળના અંબોડા કરવાનું આયોજન - મોટા ભાગે મહિલાઓ પાશ્ચાત્ય સંસ્કૃતિની માથાની હેર સ્ટાઇલ્સનું અનુસરણ કરતી જોવા મળતી હોય છે. જેને કારણે મહિલાઓ ઉપયોગમાં લેવાતા કેમિકલ યુક્ત પદાર્થોથી(Chemical substances) વાળ પોષણ કરવાની તરકેદારી રાખતી હોય છે. આ કારણે મહિલાના માથાના વાળની ગુણવત્તા ઘટી છે. પ્રાચીન શૈલી પ્રમાણે માથું ઓળવાની ટેવ(Ancient Head Scratching Habit) એટલે કે અંબોડા વાળીને કરવામાં આવતી હતી શૈલી એ વિસરતી નજરે ચડે છે. અંબોડાને ફરીથી લોક માનસ પર પ્રસ્થાપિત કરવાનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. જેમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેની ઓળખ અને આભૂષણ સમાન વાળના વિવિધ અંબોડાઓ વાળીને આ પરંપરાને ફરી એક વખત લોકો સમક્ષ મુકવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Horse Race was Organized : જામનગરમાં યોજાઈ અશ્વદોડ સ્પર્ધા, બાદશાહ 307એ મારી બાજી

આધુનિક યુગમાં મહિલાઓની ઓળખ ખોવાઈ - પ્રાચીન સમયમાં મહિલાઓની ઓળખ તેના વાળ સાથે કરવાની પરંપરા હતી. મહિલાઓના વાળ જેટલા લાંબા તેટલો મહિલાનો ચોટલો લાંબો. પ્રાચીન સમયમાં જ્યારે સૌંદર્ય પ્રસાધનો બિલકુલ ન હતા. આભૂષણો પણ ખૂબ મર્યાદિત જોવા મળતા હતા. આવા સમયે ભારતની સુસંસ્કૃત નારી એકમાત્ર પોતાના વાળ થકી સમગ્ર મહિલા જાતિનું પ્રતિનિધિત્વ કરીને તેને સૌંદર્યવાન સાબિત કરતી આવી છે. એટલા માટે જ વાળને મહિલાઓનું એકમાત્ર ઘરેણું ગણવામાં આવ્યું છે. જે સતત અને 24 કલાક તેની સાથે જોવા મળે છે, પરંતુ સમય રહેતા પાશ્ચાત્ય સંસ્કૃતિનું અતિક્રમણ અને આધુનિક ફેશનના યુગમાં કુદરતે આપેલું મહિલાનું ઘરેણું લુપ્ત થવા તરફ આગળ વધી રહ્યું છે. જૂનાગઢની મહિલાઓએ વાળ અને તેના અંબોડા આજે પણ પ્રસ્તુત કરી તેને શા માટે ઘરેણા સમાન માનવામાં આવે છે. તેનું તાદશ્ય ઉદાહરણ પૂરું પાડીને પ્રત્યેક મહિલાને વાળ પ્રત્યે ગંભીર થવાની વિનંતી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.