- મોઘવારીને લઈને જૂનાગઢમાં કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન
- જૂનાગઢ શહેર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન
- કેટલાક કાર્યકરોની પોલીસે કરી અટકાયત
જૂનાગઢ: સતત વધી રહેલી મોંઘવારી પેટ્રોલ અને ડિઝલમાં પ્રતિ દિન થઈ રહેલો ભાવ વધારો ની સાથે રાંધણ ગેસના ભાવો પણ સર્વોચ્ચ જોવા મળતાં તેના વિરોધમાં આજે જૂનાગઢ શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યકરોની જૂનાગઢ પોલીસે અટકાયત કરી
આ કાર્યક્રમમાં શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ચેતન ગજેરા સહિત કેટલાક કાર્યકરો જોડાયા હતા. ગાંધી ચોક વિસ્તારમાં કાર્યકરોને પ્રદર્શન કરીને સતત વધી રહેલી મોંઘવારીનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં શામેલ શહેર પ્રમુખ સહિત કાર્યકરોની જૂનાગઢ પોલીસે અટકાયત કરી હતી.
આ પણ વાંચો: શાળાની 25 ટકા ફીના નિર્ણયને લઈને જૂનાગઢ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન પોલીસે કરી કાર્યકરોની અટકાયત
જૂનાગઢ શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન
પાછલા કેટલાક સમયથી મોંઘવારીનો દર ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ શાકભાજી અનાજ કઠોળ ફળ ફ્રૂટ સહિત તમામ પ્રકારની જીવનજરૂરી ચીજ વસ્તુઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવ વધારાને કારણે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર ખૂબ જ બોજો પડી રહ્યો છે, ત્યારે આવા પરિવારોનું પક્ષ રાખવા માટે જૂનાગઢ શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.
આ પણ વાંચો: જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મદ્દે વિરોધ પ્રદર્શન
પ્રમુખ સહિત અગ્રણી કાર્યકરો જોડાયા હતા
જેમાં પક્ષના પ્રમુખ સહિત અગ્રણી કાર્યકરો જોડાયા હતા અને માંગ કરી હતી કે રાજ્ય અને કેન્દ્રની સરકાર સતત વધી રહેલી મોંઘવારી પર કાબૂ કરે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગને મોંઘવારીના ખપ્પર માંથી બચાવી લે.