મોદી પ્રધાન મંડળમાં ગુજરાત સરકારમાં જેતે સમયે કૃષિ અને સહકાર પ્રધાન રહી ચૂકેલા દિલીપ સંઘાણીએ પાક વિમાને લઈને વીમા કંપનીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સંઘાણીના આક્ષેપ મુજબ વીમા કંપનીના અધિકારીઓ દ્વારા અમરેલી જિલ્લાના કેટલાક ખેડૂતો પાસે પાક વિમાની નુકસાનીના સર્વેને લઈને કોરા ફોર્મ પર સહી કરાવીને ખેડૂતો સાથે ઈરાદા પૂર્વકની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરતા ખેડૂતોને લઈને થઇ રહેલા રાજકારણમાં એક વખત ઉભરો આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
ગત ચોમાસા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ દિવાળીના સમયમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો ખરીફ પાક સંપૂર્ણ પણે ધોવાઈ ગયો હતો. જેને લઈને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા બે તબક્કામાં 3 હજાર 974 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ખેડૂતો દ્વારા પાક વીમા કંપની સામે વ્યાપક પ્રમાણમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણી દ્વારા જે પ્રકારે વીમા કંપનીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેને લઈને ભાજપ પણ મુશ્કેલીમાં મુકાય તો નવાઈ નહી. સંઘાણી દ્વારા વીમા કંપનીઓ સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને લઈને ફરી એક વખત ખેડૂતલક્ષી રાજકારણમાં પણ ઉભરો પણ આવી શકે છે. હવે જ્યારે વીમા કંપનીઓ સામે ભાજપના જ એક દિગ્ગ્જ નેતા દિલીપ સંઘાણીએ આક્ષેપો કરતા રાજ્ય સરકાર વીમા કંપનીઓ સામે કેવા પગલાઓ ભરશે તે જોવું રહ્યું.