ભાવનગર: ભાવનગર જિલ્લાના ગારીયાધારના રૂપાવટી ગામે કૌટુંબિક મનદુઃખ વચ્ચે ચાર ભાઈઓ પોતાના અન્ય કૌટુંબિક ભાઈ જેની સાથે મનદુઃખ હોઈ તેના ઘરે મોબાઈલ બાબતે ઠપકો આપવા જતા ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા બેના મોત નિપજ્યા હતા. કોર્ટે ત્રણને આજીવન કેદની સજા (court sentenced him to life imprisonment) ઓનલાઈન માધ્યમથી સંભળાવી છે.
દોઢ વર્ષ પહેલાં બનેલો બનાવ
ગારીયાધારના રૂપાવટી ગામે રહેતા ઉનાવા પરિવારના બે ભાઈઓ રમેશ અને દેવરાજ વચ્ચે મનદુઃખ ચાલતું હતું. તેવામાં રાકેશ પોતાના અન્ય ત્રણ ભાઈઓ સાથે મોબાઈલ બાબતે દેવરાજના ઘરે ઠપકો આપવા જતા ત્યાં હાજર ત્રણ આરોપી દેવરાજ જીણા ઉનાવા,જીતુ દેવરાજ ઉનાવા અને રાજુ દેવરાજ ઉનાવાએ છરી વડે હુમલો કરતા રમેશ અને તેની સાથે આવનાર કનુને પડખામાં છરી મારતા સારવારમાં મોત નીપજ્યું હતું.
ભાવનગર જિલ્લા કોર્ટ દ્વારા ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી સજા સંભળાવી
ગારીયાધારના રૂપાવટી ગામમા કૌટુંબિક ઝઘડામાં થયેલા ડબલ મર્ડરમાં (Double Murder Case In Bhavnagar) આરોપીને કોર્ટમાં રજૂ કરતા ભાવનગર જિલ્લા કોર્ટે ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી સજા (court handed down sentence through Zoom application) સંભળાવવામાં આવી હતી.
દસ્તાવેજી આધાર પુરાવા અને સાક્ષીઓને સાંભળી કોર્ટે આરોપીઓને સજા સંભળાવી
55 દસ્તાવેજી આધાર પુરાવા અને 15 સાક્ષીઓને સાંભળી કોર્ટે આરોપી દેવરાજ જીણા ઉનાવા, જીતુ દેવરાજ ઉનાવા અને રાજુ દેવરાજ ઉનાવાને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ સિવાય દંડ પણ ફટકારીને મૃતકના પરિવારોને દંડની રકમમાંથી કેટલીક રકમ આપવા આદેશ કર્યો હતો.
આ પણ વાંચો:
Double Murder Case : પોરબંદરમાં થયેલા ડબલ મર્ડર કેસમાં રાજકારણ..! પોલીસ કાર્યવાહીનો ધમધમાટ
અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસમાં 3 વ્યક્તિની ઝારખંડથી અટકાયત