રાજકોટ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે આયર્લેન્ડ સામેની શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેપ્ટન હરમનપ્રીત કૌર અને ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીથી શરૂ થનાર આ સિરીઝ રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં યોજાશે. જેમાં કેપ્ટન હરમનપ્રીતની ઈજાના કારણે સ્મૃતિ મંધાના ત્રણ મેચની શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે, અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ટીમની વાઇસ કેપ્ટન હશે.
🚨 𝙉𝙀𝙒𝙎 🚨#TeamIndia (Senior Women) squad for series against Ireland Women announced.
— BCCI Women (@BCCIWomen) January 6, 2025
𝗡𝗢𝗧𝗘𝗦: Harmanpreet Kaur and Renuka Singh Thakur have been rested for the series.
Details 🔽 #INDvIRE | @IDFCFIRSTBank
ઓપનર પત્રિકા રાવલે વેસ્ટ ઈન્ડિઝ સામેની ડેબ્યૂ શ્રેણી બાદ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 24 વર્ષીય ખેલાડીએ ત્રણ ઇનિંગ્સમાં 44.66ની એવરેજથી 134 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ મેનેજમેન્ટે પણ મિડલ ઓર્ડર બેટ્સમેન તેજલ હસબનીસને વર્લ્ડ કપ પહેલા લાંબો સમય આપવા માટે સમર્થન આપ્યું છે.
માત્ર બે T20 આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ ધરાવતા ઓલરાઉન્ડર રાઘવી બિષ્ટને પણ ટીમમાં સમાવેશ કરવામાં આવી છે. સયાલી સાતઘરેને આ શ્રેણી માટે પ્રથમ વખત ટીમમાં સમાવેશ કરવામાં આવી છે. ભારતે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે વ્હાઇટવોશ નોંધાવ્યો હતો અને હવે તે શ્રેણીમાં પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખવા પર ધ્યાન આપશે.
Smriti Mandhana will captain India in the ODI series against Ireland in Rajkot, as Harmanpreet Kaur and Renuka Singh Thakur have been given a rest.#INDvIRE | #INDWvsIREW | #SmritiMandhana pic.twitter.com/2e6ic9y97S
— Cricket Unplugged (@UnlpugCricket) January 6, 2025
ભારતે વેસ્ટ-ઈન્ડિઝનો વાઈટ વોશ કર્યો:
22થી 27 ડિસેમ્બર સુધી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વડોદરાના કોટમ્બી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 3 મેચની ODI શ્રેણી રમાઈ હતી. ભારતે આ ત્રણેય મેચ જીતી છે. ભારતીય ટીમે પ્રથમ મેચ 211 રને, બીજી મેચ 115 રને અને ત્રીજી મેચ 5 વિકેટે જીતી હતી. આ દરમિયાન રેણુકા સિંહ ઠાકુરે કુલ 10 વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગ માટે તેને શ્રેણીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી હતી. આ પહેલા 3 મેચોની T20 સીરીઝ પણ રમાઈ હતી, જેમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું હતું.
SMRITI MANDHANA WILL LEAD INDIA IN THE ODI SERIES AGAINST IRELAND...!!!! 🇮🇳
— Johns. (@CricCrazyJohns) January 6, 2025
- Harmanpreet Kaur rested. pic.twitter.com/R5RlizG7RS
દીપ્તિ શર્માએ રચ્યો ઈતિહાસઃ
દીપ્તિ શર્માએ આ અંતિમ વનડે મેચમાં 6 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. હવે દીપ્તિ ODI ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા બોલર બની ગઈ છે. ODI ક્રિકેટમાં ત્રણ વખત પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ તેના નામે છે.
આયર્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે ભારતની ટીમઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), દીપ્તિ શર્મા (વાઈસ-કેપ્ટન), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્સ, ઉમા છેત્રી (વિકેટકેટર), રિચા ઘોષ (વિકેટકીન), તેજલ હસબનીસ, રાઘવી બિસ્ત, મિનુ મણિ, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ, સાયમા ઠાકોર, સયાલી સાતઘરે
𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗜𝗺𝗽𝗮𝗰𝘁 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗢𝗗𝗜 𝗦𝗲𝗿𝗶𝗲𝘀
— BCCI Women (@BCCIWomen) December 28, 2024
Any guesses about who must have won the Fielding Medal 🏅 🤔
Watch To Find Out 🎥 🔽#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @ImHarmanpreet | @JemiRodrigues pic.twitter.com/5TFNwn3dI7
ભારત - આયર્લેન્ડ વચ્ચેની ત્રણ વનડે મેચનું શેડ્યૂલ:
ક્રમ | તારીખ | સમય | મેચ | સ્થળ |
1 | 10/01/2025 | 11:00 AM | પ્રથમ વનડે | નિરંજન શાહ સ્ટેડિયમ |
2 | 12/01/2025 | 11:00 AM | બીજી વનડે | નિરંજન શાહ સ્ટેડિયમ |
3 | 15/01/2025 | 11:00 AM | ત્રીજી વનડે | નિરંજન શાહ સ્ટેડિયમ |
આ પણ વાંચો: