- આધુનિક મશીનોના લોકાર્પણ પ્રસંગે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ હાજર રહ્યા
- સિંચાઈ યોજનાઓ થકી પાણી પૂરું પાડી શકાય તેવા કિસ્સામાં રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે
- જૂનાગઢ આવેલા ફળદુએ ચાલી રહેલા ચોમાસાના કારણે ચિંતા વ્યક્ત કરી હતી
જૂનાગઢ- કપાસ સંશોધન કેન્દ્રમાં આધુનિક મશીનોના લોકાર્પણ પ્રસંગે કૃષિ પ્રધાન આર.સી.ફળદુ હાજર રહ્યા હતા. જેમાં ખેડૂતોને પડી રહેલા સિંચાઈના પાણીની મુશ્કેલીને લઈને ફળદુએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યાં સિંચાઈ યોજનાઓ થકી પાણી પૂરું પાડી શકાય તેવા કિસ્સામાં રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે, પરંતુ જે વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી છે તે વિસ્તારોના ખેડૂતોને રાજ્ય સરકાર મદદ કરવાને લઈને ખૂબ જ મુશ્કેલી અનુભવી રહી છે.
આ પણ વાંચો- Rain in gujarat: લાંબા વિરામ બાદ દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન
હજુ પણ ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લીધી નથી- ફળદુ
કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ આજે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કપાસ સંશોધન કેન્દ્રમાં કપાસના સંશોધનાત્મક કાર્યમાં મદદરૂપ બની શકે તેમાં ત્રણ આધુનિક મશીનોના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી. જૂનાગઢ આવેલા ફળદુએ ચાલી રહેલા ચોમાસાના કારણે ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે-સાથે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે, હજુ પણ ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લીધી નથી. આવા સમયે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વરસાદ થશે તેવો આશાવાદ રાજ્ય સરકાર હજુ પણ રાખી રહી છે.
શેરડીની ખેતી કરતા ખેડૂતોને પણ લઘુતમ મૂલ્ય મળી રહે તે માટેના કરાયા પ્રયાસો
જૂનાગઢ આવેલા કૃષિ પ્રધાને ખેડૂતોને સરકાર દ્વારા ટેકાના ભાવને લઈને જે આશ્વાસન આપી રહ્યા છે, તેમાં શેરડીના ભાવોને લઇને પણ આગામી દિવસોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિ નિર્ધારણ કરીને શેરડીની ખેતી કરતા ખેડૂતોને પણ લઘુતમ મૂલ્ય મળી રહે તે માટેના પ્રયાસો કરી રહી છે.
કૃષિ પ્રધાને સિંચાઈ યોજના થકી ખેડૂતોને પાણી આપવાને લઇને જૂનાગઢમાં આપ્યું મહત્વનું નિવેદન
સતત ખેંચાઈ રહેલા ચોમાસાના વરસાદના કારણે રાજ્ય સરકાર પણ ખૂબ જ ચિંતિત છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ આવેલા કૃષિ પ્રધાને ખેડૂતોને સિંચાઈના પાણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર ખેડૂતોને ખેંચાયેલા વરસાદના કારણે ખેતી પાક બચાવવા માટે સિંચાઈ યોજનામાંથી પાણી આપવાને લઇને કટિબદ્ધ બની છે.
આ પણ વાંચો- આગામી 5 દિવસોમાં આ રાજ્યોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી
કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં પાણી છોડવાને લઇને અંતિમ નિર્ણય કરાશે
કેટલાક વિસ્તારોમાં પાણી છોડવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં પાણી છોડવાને લઇને અંતિમ નિર્ણય કરવામાં આવશે. પરંતુ જે વિસ્તારમાં સિંચાઈ યોજનાઓ કાર્યરત નથી અને આવા વિસ્તાર માત્ર ચોમાસાના વરસાદ આધારિત ખેતી પર નિર્ભર જોવા મળે છે. તેવા વિસ્તારના ખેડૂતોને કૃષિ પાકો બચાવવા માટે પાણી પૂરું પાડી શકાય તે માટે કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ પોતે નિ:સહાય હોવાનું જણાવ્યું હતું.