- ફોર્ડની વિન્ટેજ કાર આજે પણ યથાવત હાલતમાં જોવા મળે છે
- રજવાડી ઠાઠ ધરાવતી કારથી ગર્વ અનુભવી રહ્યા છે માલિકો
- જૂનાગઢના વંથલીમાં આજે પણ કાર રસ્તે દોડતી જોવા મળે છે
જૂનાગઢ: ફોર્ડ મોટરનું નામ સાંભળીને તરત જ રજવાડી ઠાઠ ધરાવતી વિન્ટેજ કાર નજર સામે આવી જાય છે. વર્ષ ૧૯૪૭માં ફોર્ડ કંપની દ્વારા બનાવવામાં આવેલી વિન્ટેજ કારને રાજા રજવાડાઓની મોટર તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે. વર્ષો પહેલા ફોર્ડ દ્વારા આ વિન્ટેજ કારનું વ્યાવસાયિક નિર્માણ બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આજે પણ જૂનાગઢ જિલ્લાના વંથલીમાં તે ઠાઠથી ઊભેલી જોવા મળે છે. જેમની પાસે આ મોટર છે, તેવા રફીક અને ઈસ્માઈલ ભાઈ પોતે રજવાડી ઠાઠ સમી આ કારને સાચવવાનું ગર્વ પણ લઇ રહ્યા છે.
મેકેનિક ન મળતા માલિક જાતે જ બન્યા મિકેનિક
ફોર્ડ કંપનીની આ કાર વંથલીમાં એકાદ પરિવાર પાસે જ જોવા મળે છે અને જેની પાસે તે છે, તેઓ રજવાડી ઠાઠ ધરાવતી કારના માલિક હોવાનો ગર્વ પણ અનુભવી રહ્યા છે. વર્ષો પહેલા પેટ્રોલ પર ચાલતા ચાર પિસ્ટનના એન્જિનની મરામત માટે આજે સમય રહેતા કોઈ મિકેનિક ન મળવાથી રફીક અને ઈસ્માઈલભાઈ જાતે ડ મિકેનિક બનીને તેનું મેઈન્ટેનન્સ કરે છે. એક સમય હતો કે, જ્યારે આ વિન્ટેજ કાર માર્ગ પરથી પસાર થાય તો તેને જોવા માટે લોકો પડાપડી કરતા હતા.