- ઓખા- એર્નાકુલમ વચ્ચે ટ્રેનની 4 ટ્રીપ દોડશે
- ક્લોન ફેસ્ટિવલ ખાસ ટ્રેનનું બુકીંગ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે
- ટ્રેનમાં થ્રી ટીયર અને સેકન્ડ સ્લીપર તેમજ દ્વિતિય શ્રેણીના કોચ રહેશે
જામનગર: તહેવારને અનુલક્ષીને ઓખા- અર્નાકુલમ વચ્ચે ટ્રેનની ચાર ટ્રીપ દોડશે. આ ક્લોન ફેસ્ટિવલ ટ્રેનનું બુકીંગ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે. ટ્રેનમાં થ્રી ટીયર, સેકન્ડ સ્લીપર અને દ્વિતિય શ્રેણીના કોચ રહેશે. ટ્રેનમાં સંપૂર્ણપણે રિઝર્વેશન રહેશે. આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને યાત્રિકોની સુવિધા માટે રેલવે વિભાગે ઓખા-એર્નાકુલમ વચ્ચે ખાસ ક્લોન ફેસ્ટિવલ ટ્રેનની ચાર ટ્રીપ ચલાવવાનો નિર્ણય કરાયો છે.
ખાસ ક્લોન ફેસ્ટિવલ ટ્રેનની 4 ટ્રીપ ચલાવવાનો નિર્ણય કરાયો
ટ્રેન નં. 06437 ઓખા-એર્નાકુલમ ક્લોન ફેસ્ટિવલ ટ્રેન ઓખાથી 17 અને 24 ફેબ્રુઆરીએ સવારે 6.45 કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે 11.55 કલાકે એર્નાકુલમ પહોંચશે. ટ્રેન નં.06438 એર્નાકુલમ-ઓખા ટ્રેન 14 અને 21 ફેબ્રુઆરીના એર્નાકુલમથી સાંજે 7.35 કલાકે ઉપડી ત્રીજા દિવસે સાંજે 4.40 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ સહિતના સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થ્રી ટીયર, સેકન્ડ સ્લીપર અને દ્વિતિય શ્રેણીના કોચ રહેશે. આ ટ્રેન પૂર્ણ રીતે રિઝર્વેશનવાળી રહેશે.