- કેન્દ્રીય નાણાં પ્રધાને રજૂ કર્યૂ સામાન્ય બજેટ
- ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સામાન્ય બજેટમાં વિવિધ સૂચનો મોકલવામાં આવ્યાં હતાં
- નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સૂચનોની આમલવારી કરી
જામનગરઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું, ત્યારે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સામાન્ય બજેટમાં વિવિધ સૂચનો મોકલવામાં આવ્યાં હતા. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સૂચનોની આમલવારી કરી છે.
બ્રાસ ઉદ્યોગ દ્વારા વિવિધ માંગણીઓ પણ કરવામાં આવી
જીએસટી મામલે જામનગર બ્રાસ ઉદ્યોગ દ્વારા વિવિધ માંગણીઓ પણ કરવામાં આવી હતી. જોકે, સામાન્ય બજેટમાં જીએસટીને લઈ કોઈ ખાસ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતું બ્રાસપાર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો મોકલાઈ તેવી શક્યતા દેખાઈ રહી છે.