જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં એવા અનેક શેરી ગરબા ( Navratri tradition ) છે જેનું છેલ્લા 30થી 50 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગરબા એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે આજે પણ અહીં આપણી સંસ્કૃતિની ઝલક ( Navratri tradition ) જોવા મળે છે.
લોકો મંત્રમુગ્ધ આવા જ એક ગરબાનું આયોજન આઇ શ્રી સોનલ માતા નવરાત્રી સમિતિ ( Aai Shree Sonal Mata Navratri Samiti ) દ્વારા કરવામાં આવે છે. અહીં બાળાઓ દ્વારા ત્રિશુલ રાસ તથા પુરુષો દ્વારા મણીયારા રાસ દ્વારા માતાજીની આરાધના ( Navratri tradition ) કરવામાં આવે છે. જામનગરના સેટેલાઇટ પાર્કમાં સ્થિત મહાદેવ મંદિરમાં યોજાતા આ મણિયારો રાસ ( Maniyaro Raas of Jamnagar )જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. મણીયારા રાસ જોઇને થોડીવાર માટે લોકો મંત્રમુગ્ધ થઇ જાય છે.
મણીયારા રાસની વિશિષ્ટતા એ છે કે એ વીર રસનો રાસ છે. મણીયારો રાસ ( Maniyaro Raas of Jamnagar ) જોતાં લોકો એકદમ ઉત્સાહમાં આવી જાય છે. આ રાસમાં તાલ, તબલા અને ગાયકો ગાતા હોય ત્યારે કોઈ પણ લોકોને જોમ ચડી જાય છે. યુવાનો ( Navratri tradition ) આ મણીયારા રાસની ચાપકી મારી તેમજ અલગ-અલગ 8 થી 10 સ્ટેપમાં ઢોલના તાલેથી રમતા હોય છે. જે બહુ અઘરો હોય છે. તેમાં બેસીને ઉભું થવું પાછુ ઉભું થવું તે રાસની ખાસિયત છે અને આવી વીરરસ કહેવામાં આવે છે.