ETV Bharat / city

Sexual Harassment Case : ફરિયાદ નોંધવાની માગ સાથે મહિલા ન્યાય મંચ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા - યૌન શોષણ કેસ

તાજેતરમાં જી.જી. હોસ્પિટલ (G.G. Hospital) માં મહિલા કર્મચારીઓનું યૌન શોષણ (sexual harassment) થતું હોવાની લેખિતમાં અરજી થતા ચકચાર મચી હતી. જામનગર યૌન શોષણ કેસ (Jamnagar Sexual Harassment Case) રાજ્યકક્ષાએ ગૂંજતા તપાસ શરૂ કરાઈ હતી. જોકે, અત્યાર સુધી પોલીસ ફરિયાદ દાખલ ન કરવામાં આવી હોવાથી મહિલા ન્યાય મંચ (mahila nyay manch) દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે FIR નોંધવાની માગ સાથે અચોક્કસ મુદ્દતના ધરણા યોજવામાં આવ્યા છે.

Jamnagar Sexual Harassment Case
Jamnagar Sexual Harassment Case
author img

By

Published : Jun 22, 2021, 5:21 PM IST

  • જામનગર ના G.G. Hospital નો ચકચારી યૌન શોષણ કેસ
  • કમિટીએ રિપોર્ટ જમા કરાવ્યો પણ દોષિતો સામે ફરિયાદ નહીં
  • ફરિયાદ નોંધાવવાની માગ સાથે મહિલા ન્યાય મંચ દ્વારા ધરણા

જામનગર: જી.જી. હોસ્પિટલ (G.G. Hospital) નો ચકચારી યૌન શોષણ કેસ (Sexual Harassment Case) દિવસેને દિવસે નવા વળાંક લઈ રહ્યો છે. ઘટનાના છેક ગાંધીનગર સુધી પડઘા પડ્યા બાદ હોસ્પિટલ કક્ષાએ તેની તપાસ ચાલી રહી છે. જોકે, આ ઘટનાને લઈને એટેન્ડન્ટ્સ દ્વારા ઉગ્ર રજૂઆતો કરાયા બાદ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાથી લાલ બંગલા સર્કલ ખાતે મહિલા ન્યાય મંચ (mahila nyay manch) દ્વારા ફરિયાદ દાખલ કરવાની માગ સાથે ધરણા યોજવામાં આવ્યા છે. જો આ પ્રકરણમાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો કોર્ટમાં જવાની ચીમકી પણ મહિલા ન્યાય મંચ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Sexual Harassment Case : ફરિયાદ નોંધવાની માગ સાથે મહિલા ન્યાય મંચ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા

કમિટીએ રિપોર્ટ તો રજૂ કર્યો પણ કોઈ એક્શન નહીં

જામનગર યૌન શોષણ કેસ (Jamnagar Sexual Harassment Case) ને એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે. મુખ્યપ્રધાન રૂપાણી (CM Rupani) અને ગૃહપ્રધાને પણ આ પ્રકરણમા સ્થાનિક તંત્રને કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. તેમ છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તાજેતરમાં જ જામનગરના મહિલા ન્યાય મંચ (mahila nyay manch) દ્વારા યૌન શોષણ કેસ (Sexual Harassment Case) સંદર્ભે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.

ન્યાયની માગ સાથે ધરણા શરૂ

મંગળવારે મહિલા ન્યાય મંચ દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા છે. જામનગર યૌન શોષણ કેસ (Jamnagar Sexual Harassment Case) માં શામેલ લોકો સામે ફરિયાદ દાખલ કરવાની માગ સાથે એટેન્ડન્ટ યુવતીઓ સાથે મહિલા ન્યાય મંચની મહિલાઓએ ધરણા યોજ્યા છે. આ ધરણા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ તેમજ વાલ્મિકી સમાજના આગેવાનો પણ જોડાયા છે.

મહિલા ન્યાય મંચ દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણા

કમિટી દ્વારા Sexual Harassment Case નો રિપોર્ટ રજૂ કરાયો

જામનગર યૌન શોષણ કેસ (Jamnagar Sexual Harassment Case) માં વધુ એક વળાંક આવ્યો છે. કારણ કે, તંત્ર દ્વારા 3 સભ્યોની બનાવેલી કમિટીએ કલેક્ટર મારફતે ગૃહ પ્રધાનને રિપોર્ટ મોકલ્યો છે. જોકે, અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા અને આર. સી. ફળદુએ પણ રિપોર્ટ મામલે બેઠક કરી હોવાની વિગતો બહાર આવી છે. જોકે, રિપોર્ટ જાહેર કરાયા બાદ વિવાદ વકરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વચ્ચે હાલમાં યૌન શોષણ કેસ (Sexual Harassment Case) માં પીડિતોને ન્યાય મળે અને દોષિતોને સજા થાય તેવી માગ સાથે મહિલા ન્યાય મંચ (mahila nyay manch) દ્વારા ધરણા યોજવામાં આવી રહ્યા છે.

જાણો કોણ છે Jamnagar Sexual Harassment Case નો મુખ્ય સૂત્રધાર

જી. જી. હોસ્પિટલ (G.G. Hospital) માં કોટ્રાક્ટર તરીકે કામ કરતો અને HR એક્ઝિક્યુટિવ બની ગયેલો લોમેશ પ્રજાપતિ Sexual Harassment Case માં મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. લોમેશ સામે એવા પણ આક્ષેપો થયા છે કે, કોવિડ હોસ્પિટલમાં થતી તમામ ભરતીઓ તેના જ ઈશારે થતી હતી અને તે રાજકીય વગ ધરાવતો હોવાથી તેની સામે કોઈ કશું બોલી શકતું ન હતું. જે યુવક-યુવતીઓ લોમેશ પ્રજાપતિની વિરુદ્ધમાં જતા હતા તેમને બીજા દિવસે નોકરી પરથી છૂટા કરી દેવામાં આવતા હતા. જેના કારણે કર્મચારીઓમાં તેનો ખોફ પણ હતો.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.