ETV Bharat / city

જામનગરને મળશે 20 ઇલેકટ્રિક બસ,રાજકોટ જામનગર વચ્ચે દોડશે ઇન્ટરસિટી બસ

author img

By

Published : Dec 28, 2020, 10:59 AM IST

આગામી માર્ચ મહિનાથી જામનગર અને રાજકોટ વચ્ચે 20 ઇન્ટરસિટી ઇલેકટ્રિક બસ દોડાવવાની યોજનાને રાજય સરકારે મંજૂરી આપી દીધી છે. આ પ્રકારની ઇન્ટરસિટી બસ અમદાવાદ-વડોદરા અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ દોડશે. રાજયના એસટી સતાવાળાઓએ આ પ્રકારની કુલ 20 બસ આપવામાં આવશે.

જામનગર
જામનગર

જામનગર-રાજકોટ વચ્ચે ઇન્ટરસિટી તરીકે દોડશે

રાજયમાં ઇન્ટરસિટી ઇ-બસ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય

માર્ચ મહિનાથી શરૂ થશે ઇન્ટરસિટી બસ સેવા

જામનગર:કોરોના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને નવા વર્ષની ભેટ અપાશે. ગ્રીન એનર્જી અંતર્ગત ઇન્ટરસિટી ઇલેક્ટ્રિક બસ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બનશે. 5 શહેરને 60 ઇ-બસથી કનેક્ટ કરાશે. 224 કરોડના ખર્ચે 10 વર્ષ માટે ઇલેક્ટ્રોનિક બસનો કોન્ટ્રાક્ટ 3 દિવસમાં ફાળવાય તેવી શક્યતા છે.

બેટરી ચાર્જ કરી ચલાવી શકાશે ઇન્ટરસિટી બસ

5 શહેરોમાં ખાનગી કંપની દ્વારા ચાર્જિંગ પોઇન્ટ્સ બનાવાશે. અમદાવાદના એસટીના એન્જિનિયર એ.કે. પરમારે જણાવ્યું કે, માર્ચમાં પ્રાયોગિક ધોરણે એક-એક બસ ચલાવાશે. જૂન સુધી તમામ બસ કાર્યરત થઈ જશે. અત્યાર સુધી અમદાવાદ અને સુરતમાં શહેરની અંદર ઇલેક્ટ્રોનિક બસ કાર્યરત છે, પરંતુ બે શહેરને જોડતી બસનો પ્રથમ પ્રયોગ છે.

સુરતમાં શહેરની અંદર ઇલેક્ટ્રોનિક બસ કાર્યરત

સુરતમાં શહેરની અંદર ઇલેક્ટ્રોનિક બસ કાર્યરત છે.જેમાં વડોદરા પણ સામેલ છે.60 બસ પૈકી 20 બસ વડોદરાને, 20 અમદાવાદને અને 20 જામનગરને મળશે. બીજી તરફ ચાર્જિંગ અને સ્વાઇપ બે ટેક્નોલોજી છે. સ્વાઇપમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા ચલાવવાથી બસ 3 મિનિટમાં બેટરી બદલી નાખવાની સિસ્ટમ અપનાવતું હતું. જે ટેકનોલોજી બરાબર ન હોવાથી ચાર્જિંગ ટેકનોલોજીથી બસ ચાર્જ કરવાની અપનાવી રહ્યું છે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.