જામનગર: જામનગર મનપા આરોગ્ય ટીમ દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી પૂરજોશ કરવામાં આવી રહી છે. જો કે જામનગર શહેરમાં સતત બીજા દિવસે આરોગ્યની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ (Corona test by health team)કરવામાં આવી રહ્યા છે. ગઇ કાલે જિલ્લામાં 50 કોરોના કેસ (Corona Case In Jamnagar)નોંધાયા હતા.
ભીડભાડ વાળી જગ્યા પર કરવામાં આવી રહ્યા છે ટેસ્ટ
દરરોજ વધતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાને કારણે રાજ્ય સરકાર એકશન મોડમાં આવી ગઇ છે અને રાત્રિ કફર્યૂૂનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે અને ધો.1થી 9 ના શૈક્ષણિક વર્ગો ઓફલાઈન બંધ કરી દેવામાં આવ્યા છે.
દીપક ટોકીઝ, શાક માર્કેટ વિસ્તારમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
કોવિડની નવી ગાઈડલાઈન મુજબ આજથી રાત્રિકફર્યૂના સમયમાં વધારો થઈ જશે. કોવિડ સંક્રમણ વકરતા જામનગર મહાનગરપાલિકાના (Jamnagar Municipal Corporation) કમિશનર વિજય ખરાડીની સૂચનાથી આરોગ્ય ટીમ દ્વારા 2 દિવસથી શહેરના ભીડભાડવાળા સ્થળોએ કોરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શહેરમાં આજે 200 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે
શુક્રવારે સાંજે શહેરમાં કોરોનાના 40 અને ગ્રામ્યમાં 10 મળી કુલ 50 પોઝિટિવ કેસ આવ્યા હતાં, જેથી બીજા દિવસે આરોગ્ય ટીમ દ્વારા દિપક ટોકીઝ પાસે આવેલી શાકમાર્કેટ વિસ્તારમાં 200થી વધુ લોકોનું કોવિડ પરીક્ષણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: