જામનગર જામનગર જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે (Lumpy skin disease). જેને અટકાવવા સ્થાનિક વહીવટી તંત્ર તથા પશુપાલન વિભાગ (Department of Animal Husbandry)દ્વારા ખાસ ઝુંબેશના ભાગ રૂપે પશુઓમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે(Lumpy virus vaccine ). પશુપાલકો પારંપારિક પદ્વતિ દ્વારા લમ્પી સ્કીન ડીસીઝનો ઉપચાર ઘરે બેઠા જ કરી શકે તે માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ દ્વારા મહત્વના ઘરેલુ ઉપચાર અને સારવાર પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી છે (How make ayurvedic medicine for lumpy virus ).
આ પણ વાંચો લમ્પી વાયરસનો શું છે આર્યુવૈદિક ઉપચાર ? જાણો...
ડોઝ બનાવવાની પ્રથમ રીત પ્રથમ ઉપચારમાં 10 નંગ નાગરવેલનાં પાન, 10 ગ્રામ કાળા મરી, 10 ગ્રામ મીઠું તથા જરૂરીયાત મુજબ ગોળ ઉમેરી સારવારનો એક ડોઝ તૈયાર કરી શકાય છે. બતાવેલી તમામ સામગ્રીને દળીને પેસ્ટ બનાવી લેવાની અને તેમાં ગોળ મિક્સ કરવાનો રહેશે. તૈયાર થયેલ ડોઝ નાની નાની માત્રામાં પશુને ખવડાવવાનું રહેશે. પહેલા દિવસે દર ત્રણ કલાકે એક એક ડોઝ ખવડાવવાનો રહેશે, બીજા દિવસથી લઇને બે અઠવાડિયા સુધી સવાર, બપોર અને સાંજે એમ રોજના ત્રણ ડોઝ ખવડાવવાના રહેશે.
ડોઝ બનાવવાની બીજી રીત બે કળી લસણ, 10 ગ્રામ ધાણા, 10 ગ્રામ જીરૂ, એક મુઠી તુલસી, 10 ગ્રામ તેજ પતા, 10 ગ્રામ કાળા મરી, પાંચ નંગ નાગરવેલનાં પાન, બે નંગ નાની ડુંગળી, 10 ગ્રામ હળદર પાવડર, 30 ગ્રામ ચીરાતાનાં પાનનો પાવડર, એક મુઠી ડમરાના પાન, એક મુઠી લીમડાના પાન, એક મુઠી બીલીનાં પાન, 100 ગ્રામ ગોળ ઉમેરી એક ડોઝ તૈયાર કરી શકાય છે. તમામ સામગ્રીને દળીને પેસ્ટ બનાવી લેવાની અને તેમાં ગોળ મિક્સ કરવાનો રહેશે, તૈયાર થયેલ ડોઝ નાની નાની માત્રામાં પશુને ખવડાવવાના રહેશે. પહેલા દિવસે દર ત્રણ કલાકે એક એક ડોઝ આપવો, બીજા દિવસથી રોજ સવાર સાંજ બે ડોઝ જયાં સુધી સ્થિતિમાં સુધારે આવે નહિ ત્યાં સુધી દેવાનો રહેશે.
આ પણ વાંચો Lumpy virus in Gujarat : 22 જિલ્લામાં લમ્પી વાઇરસનો ખોફ, રસીકરણ અને ગાયોના મોતની સરકારે આપી માહિતી
ઘા અથવા જખમ પર લગાવવા માટેનું મિશ્રણ બનાવવાની રીત 1 મુઠી વાંછીકાંટો, દદણોનાં પાન, 10 કળી લસણ, 1 મુઠી લિમડાના પાન, 500 મિલી નારીયેળ અથવા તલનું તેલ, 20 ગ્રામ હળદર પાવડર, 1 મુઠી મહેંદીનાં પાન, 1 મુઠી તુલસીનાં પાન. ઉપર બતાવેલી બધી સામગ્રીને બરાબર દળીને 500 મિલિ નારિયેળ કે તલનાં તેલ સાથે મિક્ષ કરીને ઉકાળો અને ઠંડુ કરી જખમને સાફને લગાવી દેવાનું રહેશે. જો જખમ પર કીડા દેખાય તો ફક્ત પહેલા દિવસે સીતાફળનાં પત્તાની પેસ્ટ અથવા કપુરયુક્ત નારિયેળ તેલ લગાવવા સુચન કરાયું છે.