જામનગરઃ ચોમાસા દરમિયાન જામનગર શહેરમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે જામનગરમાં વોર્ડ નંબર ચારમાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.જોકે અતિવૃષ્ટિમા થયેલા નુકસાનમાં પીડિતોને હજુ સુધી સહાય મળી હોવાના કારણે આજરોજ જામનગર સરુ સેક્શન રોડ પર આવેલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા (Anger of people in Jamnagar) થયા હતા પ્રાંત અધિકારી આસ્થા ડાંગર સમક્ષ પીડિતોને રજૂઆત (Flood victims in Jamnagar Demands )કરી છે કે તેમને તાત્કાલિક સહાય આપવામાં આવે.
ઘણું નુકસાન થયું હતું
એ સમયે વરસાદી પાણી ભરાઇ જતા અનેક મકાનો ધરાશાયી થયા છે તો લોકોની ઘરવખરી પણ પાણીના પૂરમાં તણાઇ (Damage in heavy rains 2021 in jamnagar )ગઇ છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં સર્વે કરવામાં આવ્યું હતું અને જે લોકોને નુકસાન થયું છે તેમને વળતર આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે પ્રાંત અધિકારી આસ્થા ડાંગરે લોકોને પોઝિટિવ જવાબ આપ્યો છે અને આ મહિનાના અંત સુધીમાં તમામ લોકોને પૈસા મળી જશે તેવી ખાતરી આપી છે.
આ પણ વાંચોઃ Hapa Market Yard: જામનગરના હાપા માર્કેટ યાર્ડ ચણા અને ધાણાની આવકમાં વધારો
વારંવાર રજૂઆતો પણ પરિણામ શૂન્ય
ઉલ્લેખનીય છે કે પૂર પીડિતો અનેક વખત કલેકટર તેમજ અન્ય અધિકારીઓ સમક્ષ રજૂઆત (Flood victims in Jamnagar Demands )કરી છે. છતાં પણ તેમની વાત કોઈ ધ્યાને લેતું નથી જેના કારણે ગુરુવારે પ્રાંત અધિકારીની કચેરીમાં જ પૂરપીડિતોએે ધામા નાખ્યા હતાં અને ઉગ્ર રજૂઆત (Anger of people in Jamnagar) કરી હતી. જો તેમની માંગ સ્વીકારવી નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરે તેવી શક્યતા છે.
વહીવટીતંત્રનો ખુલાસો
વહીવટી તંત્ર દ્વારા જે પ્રકારનું સર્વે કરવામાં આવ્યું છે જેમાં જેટલું નુકસાન (Damage in heavy rains 2021 in jamnagar )થયું છે તે પ્રમાણેનું વળતર આપવામાં આવી રહ્યું છે. અમુક અરજદારોને 15 હજાર વળતર આપવામાં આવી રહ્યું છે તો અમુક અરજદારોને 8000 અને તેમનું મકાન પડી ગયા છે તેમને વધુ વળતર આપવામાં આવી રહ્યું છે.