ETV Bharat / city

જામનગરના જોડિયા પાસે ખનીજ ચોરો સામે તવાઈ, 11 ટ્રેકટર 1 લોડર જપ્ત

author img

By

Published : Apr 11, 2021, 1:23 PM IST

જોડિયા પંથકમાં અવારનવાર ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે આજે રવિવારે જોડિયા તાલુકાના બાદનપર અને કુન્નડ ગામ વચ્ચે આવેલી નદીમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી પર જામનગર ખાણ ખનીજ અને જોડીયા પોલીસ સ્ટેશનના PSI ડી. પી. ચુડાસમા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો અને રેતી ચોરી કરતા 11 ટ્રેક્ટર અને 1 લોડર ઝડપી લીધું હતું.

Jamnagar
Jamnagar
  • જામનગરના જોડિયા પાસે ખનીજ ચોરો સામે તવાઈ હાથ ધરી
  • 11 ટ્રેક્ટર અને 1 લોડર જપ્ત કરાયા
  • ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખની રાવ બાદ કાર્યવાહી કરાઇ
  • અવારનવાર ખનીજ ચોરીની ફરિયાદો કરવામાં આવી હતી

જામનગર: જોડિયા તાલુકાના બાદનપર અને કુન્નડ ગામ વચ્ચે આવેલી નદીમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ અંગે ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખની ફરિયાદ બાદ આજે રવિવારે કાર્યવાહી કરાઇ હતી. આજે જામનગર ખાણ ખનીજ અને જોડીયા પોલીસ સ્ટેશનના PSI ડી. પી. ચુડાસમા સહિતના સ્ટાફે સ્થળે દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચો : ખાણ ખનીજ વિભાગે સાવલીના પોઈચા ગામે રેતીનું બિનઅધિકૃત ખનન ઝડપી પાડ્યું

PSI સહિતનો કાફલાએ દરોડા પાડ્યા

જેમાં રેતીની ચોરી કરતા 11 ટ્રેક્ટર અને એક લોડર ઝડપી લીધું હતું. આ અંગે ખાણ- ખનીજ વિભાગે અને પોલીસ ખાતે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : અરવલ્લીમાં બિનઅધિકૃત ખનિજના કેસોમાં 1 કરોડથી વધુની વસુલી

અન્ય તાલુકામાં થતી ખનીજ ચોરીઓ પર ક્યારે દરોડા પડશે ?

જામનગરમાં ખાણ ખનીજ વિભાગે લાંબા સમય બાદ આળસ ખંખેરી હોય એમ આજે કામગીરી કરી છે. હવે અન્ય તાલુકામાં પણ ખાણ ખનીજ ખાતાની થતી રહેતી રેતી ચોરીઓ ઉપર ક્યારે દરોડા પાડશે તે જોવાનું રહ્યું. તેવા પ્રશ્ન લોકો ઉઠાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.