- બ્રાસપાર્ટનું કારખાનું બંધ કરી ગાય આધારિત ખેતીનો માર્ગ અપનાવ્યો
- ખેતરમાં છાણ, ગૌમૂત્ર, દેશી ગોળ સહિતની વસ્તુઓના ખાતર અને દવાનો ઉપયોગ
- જમીનની ગુણવત્તા સુધારવામાં પણ યુવાનનું યશસ્વી યોગદાન
જામનગર: જામનગર (jamnagar) જિલ્લાના ધ્રોલ (dhrol) તાલુકાના વાગુદડ ગામે રહેતા યુવાને પોતાનું બ્રાસપાર્ટનું કારખાનું (brass parts factory) બંધ કરી ગાય આધારિત ખેતી (cow based farming)નો માર્ગ અપનાવ્યો છે. હાલ તેના દ્વારા ગૌમૂત્ર (gaumutra) સહિતની વસ્તુઓનું ખાતર(compost) જાતે બનાવી ખેતીમાં ઉપયોગ કરવામાં આવે છે, જેથી ખેતી પાક (agriculture crops)માં દિવસેને દિવસે ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે.
પ્રાકૃતિક ખેતી અપનાવી
આજનો ખેડૂત ખેતી ક્ષેત્રે અવનવા અખતરા (new experiments in the field of agriculture) કરી સારી એવી કમાણી કરતો થયો છે તેવા સંજોગો વચ્ચે ધ્રોલ તાલુકાના વાગુદડ (vagudad) ગામે રહેતા જીગ્નેશભાઈ રણછોડભાઈ પરમાર નામના યુવાને પણ ગાય આધારિત ખેતીમાં ઝંપલાવ્યું છે. હાલ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા (chemical fertilizers and pesticides)ના ઉપયોગથી ખેતીની જમીનમા ઝેર ભળી રહ્યા છે આથી ખેતીમાં પવિત્રતાના પ્રાણ પુરવા જીજ્ઞેશભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
કારખાનાને તાળા મારી વર્ષે લાખોની આવક જતી કરી
જીજ્ઞેશભાઈએ પોતાના બ્રાસપાર્ટના કારખાનાને તાળા મારી વર્ષે લાખોની આવક જતી કરી ગાય આધારિત ખેતીની શરૂઆત કરી ખેતરમાં મગફળી, તુવેર, મગ, અડદ સહિતના પાકોનું વાવેતર કરી તેમાં ઉત્પાદન અને ગુણવત્તા વધારવા ગાયનું છાણ, ગૌમૂત્ર, લોટ, દેશી ગોળ, સહિતની વસ્તુઓનું મિશ્રણ કરી તેના દ્વારા જીવામૃત ખાતર તૈયાર કરવામાં આવે છે અને તે જ ખાતરનો જમીનમાં ઉપયોગ કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે.
જીવામૃત બનાવવાની રીત
જીજ્ઞેશભાઈ જીવામૃત બનાવવા 200 લીટરના બેરલમાં 10 કિલો ગાયનું છાણ,10 લીટર ગૌમૂત્ર, 1 કિલો ગોળ, 1 કિલો કઠોળનો લોટ અને 500 ગ્રામ વડના સડેલ લાકડાના ભૂક્કાને પાણી સાથે મિક્સ કરી સવાર-સાંજ 5 મિનિટ હલાવી જીવમૃત બનાવે છે. ઉલ્લેખનીય છે કે આ ખાતર શિયાળામાં અઠવાડિયામાં અને ઉનાળામાં 4 દિવસમાં તૈયાર થઈ જાય છે.
દવા બનાવવાનો પણ પ્રોજેકટ હાથ ધર્યો
એટલું જ નહીં રાસાયણિક ખાતરના ઉપયોગથી પાકમાં જીવાત અને રોગની સમસ્યાઓ જડમૂળથી દૂર થતી નથી. ઉલટાનું તે સ્વાસ્થય માટે હાનિકારક હોવાથી લોકો કેન્સર જેવા જીવલેણ રોગના ખપ્પરમાં પણ હોમાય છે. આથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જીગ્નેશભાઈએ તુલસી, કરેટ, લીમડો સહિતની વસ્તુઓના ઉપયોગ વડે દવા બનાવવાનો પણ પ્રોજેકટ હાથ ધર્યો છે.
આ પણ વાંચો: સુરત શહેરમાં ઘો- 1થી 5ની શાળાઓ શરૂ થશે નઈ, કેટલા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે?