જામનગર: CID ક્રાઇમ ગાંધીનગર (Case Solved By CID) તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ દ્વારા બાળકોને લગતા એડલ્ટ ગુનાઓ અટકાવવા માટે તેમજ જરૂરી તપાસ કાર્યવાહી સારૂ ચાઇલ્ડ પોર્નોગ્રાફીની (Child Pornography Case ) ટીપ્સ તપાસમાં મોકલવામાં આવેલી છે.
ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સની કામગીરી કરવા સુચના આપી
પોલીસ ઇન્સપેકટર K.L ગાધેએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી (Child Pornography In Jamnagar) ટીપ્સની કામગીરી કરવા તેમજ યોગ્ય કાર્યવાહી કરવા સુચના આપી હતી. જે અનુસંધાને ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલી વ્યકિત ધર્મેશ અશોક પરમાર શહેરના ગોકુલનગરમાં રહે છે, જેની રૂબરૂ જઇ તપાસ કરવામાં આવી હતી.
અશોક પરમારના મોબાઈલ માંથી મળી આવ્યું પોર્ન મૂવી
આ શકમંદ પાસેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ટીપ્સમાં દર્શાવેલ મોબાઇલ મળી આવેલા હતા, જેની તપાસ કરતા તેમાંથી એડલ્ટ વીડિયો મળી આવ્યા હતા. જે બાબતે શખ્સનો મોબાઇલ કબજે લઇ આગળની તપાસ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં (Cyber Crime Police Station) IT એકટ કલમ 67 B મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા આ શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બાળકો એડલ્ટ ફોટા કે વિડીયોથી રહે દૂર નહિતર લેવાશે પગલા
સગીર વયના બાળકોના એડલ્ટ ફોટા કે વિડીયો મોબાઇલમાં રાખવા કે સોશિયલ મીડીયા જેવા કે, ફેસબુક, મેસેન્જર,ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે અન્ય કોઇ એપ્લીકેશનના માધ્યમથી અન્ય કોઇ વ્યકિતને મોકલવા કે શેર કરવા તે ગુનાને પાત્ર છે.
આ પણ વાંચો: