- આગામી દિવસોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
- આગાહીના પગલે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ
- દ્વારકામાં લગાવાયું 3 નંબરનું સિગ્નલ, દરિયો ન ખેડવા સૂચના અપાઈ
જામનગર : હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે રાજ્યભરમાં હાલ છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો છે. જોકે, સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદની આગાહીને પગલે દ્વારકા ખાતે બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને સાગરખેડૂઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
જે માછીમારો દરિયામાં છે, તેમને પરત આપવા સૂચના અપાઈ
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના પગલે દરિયામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જેના કારણે હાલમાં જે માછીમારો દરિયામાં છે, તેમને પણ મોટું જોખમ છે. આ કારણથી તંત્ર દ્વારા પણ હાલમાં જે માછીમારો દરિયામાં છે, તેમને પરત બોલાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.