ETV Bharat / city

Vibrant Gujarat 2022: સમિટ પહેલાં જ 24,185 કરોડ રૂપિયાના થયા MoU, કામ ઝડપથી શરૂ કરવા CMનું આહ્વાન - 10મી વાઈબ્રન્ટ સમિટ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit) યોજાશે. ત્યારે આ સમિટ અંગે રાજ્ય સરકાર (State Government) તડામાર તૈયારી કરી રહી છે. તેવામાં આ સમિટ પહેલાં જ 25 ખાનગી (Private Comnapies) કંપનીઓ સાથે 24,185 કરોડ રૂપિયાના MoU કરવામાં આવ્યા છે. તો આ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે, કંપનીઓને કોઈ તકલીફ ન પડે તે જોવાની જવાબદારી અમારી છે. જ્યારે કામ સમયસર શરૂ થાય તે જવાબદારી કંપનીઓની છે.

Vibrant Gujarat 2022: સમિટ પહેલાં જ 24,185 કરોડ રૂપિયાના થયા MoU, કામ ઝડપથી શરૂ કરવા CMનું આહ્વાન

author img

By

Published : Nov 22, 2021, 3:42 PM IST

  • વાઈબ્રન્ટ ગુજરાત સમિટના (Vibrant Gujarat Summit) રંગમાં ગુજરાત સરકાર (Gujarat Goverment)
  • સમિટ (Summit) પહેલા 24,185 કરોડ રૂપિયાના MOU થયા
  • આ MoUથી 36,000 લોકોને મળશે સીધી રોજગારી (Direct Employment)
  • 25 કંપનીઓ અને ગુજરાત સરકાર (Comnapies and Gujarat Government) વચ્ચે થયા MoU
  • પ્રોજેક્ટમાં કોઈ તકલીફ પડે તો અમને જાણ કરજોઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)

ગાંધીનગરઃ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન (Former Chief Minister) અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit)નો પ્રારંભ કર્યો હતો. ત્યારે વર્ષ 2022માં 10મી વાઈબ્રન્ટ સમિટ યોજાવા જઈ હી છે. ત્યારે આ દશમી સિઝન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ કરવામાં આવશે, જેને ધ્યાનમાં રાખી આજે વાઈબ્રન્ટ સમિટ (Vibrant Summit) પહેલાં જ 25 ખાનગી કંપનીઓ સાથે 24,185 કરોડ રૂપિયાના 20 એમઓયુ (MoU) કરવામાં આવ્યા છે.

25 કંપનીઓ અને ગુજરાત સરકાર (Comnapies and Gujarat Government) વચ્ચે થયા MoU

આ પણ વાંચો- અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમિયાધામ કેમ્પસનું કર્યું ભૂમિપૂજન, સોમપૂરા પથ્થરોથી બનાવાશે મંદિર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમિટનું કરશે ઉદ્ઘાટન

મહત્ત્વની વાત કરીએ તો, દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) જ આ વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરે છે. તો આ વર્ષે પણ આ વર્ષે પણ 10જાન્યુઆરી 2022ના દિવસે વડાપ્રધાન જ આ 10મા વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું (Vibrant Gujarat Summit) ઉદ્ઘાટન કરશે. વાઈબ્રન્ટ સમિટની (Vibrant Summit) આ 10મી સિઝનનું આયોજન મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસે 20 કંપનીઓ સાથે થયા MoU

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit)ના 2 મહિના પહેલાં જ આજે (22 નવેમ્બરે) રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતા હેઠળ 24,185.22 કરોડના 20 એમઓયુ (MoU) કરવામાં આવ્યા છે, જેમાં મળતી માહિતી પ્રમાણે અંદાજિત 37,000 જેટલી નવી રોજગારીની તકો (New employment opportunities) પણ ઉપલબ્ધ થશે.

આત્મનિર્ભર ગુજરાતની થીમ પર વાઈબ્રન્ટ ગુજરાત સમિટ

ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat Summit) દર વર્ષે અલગ અલગ થીમ પર આધારિત હોય છે ત્યારે કોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આત્મનિર્ભર ભારતની થીમની (Aatma Nirbhar Bharat Theme) જાહેરાત કરી છે ત્યારે ગુજરાત સરકારે પણ આ વખતની વાઈબ્રન્ટ સમિટની થીમ આત્મનિર્ભર ભારત (Aatma Nirbhar Bharat) પર જ રાખી છે. આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી (Aatma Nirbhar Gujarat) આત્મનિર્ભર ભારતની (Aatma Nirbhar Bharat) પ્રગતિ અને સફળતાને વધુ આગળ વધારે તે બાબતના પ્રયત્ન કરવામાં આવશે.

ઉદ્યોગકારોને કોઈ તકલીફ પડે તો જાણ કરો: ભૂપેન્દ્ર પટેલ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) MoU પછી જણાવ્યું હતું કે, આજે સરકાર અને રોકાણકારો વચ્ચે એમઓયુ (MoU) થયા છે. તે વધુ ઝડપથી ફિલ્ડ પર આવે અને કાર્યરત્ થાય તે બાબતની સૂચના આપી હતી. આ ઉપરાંત સરકાર તરફથી જો કોઈ પણ તકલીફ હોય અથવા તો કોઈ પણ બાબતે કોઈ તકલીફ હોય તો સીધા સરકારને જાણ કરવાની સૂચન પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આપ્યું હતું આમ એમઓયુ (MoU) કર્યા બાદ કોઈપણ પ્રોજેક્ટ ફક્ત કાગળ પર ન રહે અને તે જલદીથી અસ્તિત્વમાં આવે તે બાબતે ની સુચના અને ટકોર પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કરી હતી.

આ પણ વાંચો- સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયો ભાજપનો સ્નેહમિલન સમારોહ, ન માસ્ક જોવા મળ્યું કે ન સોશિયલ ડિસ્ટન્સ

કયા ક્ષેત્રોએ દાખવ્યો છે રસ?

વાઈબ્રન્ટ સમિટના (Vibrant Gujarat Summit) દસમી સિઝનમાં ગુજરાતમાં અનેક ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણમાં (Investment in the industrial sector) રસ દાખવ્યો છે. તેમાં ઉત્પાદન રસાયણ એગ્રો કેમિકલ્સ, ટેક્નિકલ ટેક્સટાઈલ, દવા, ઉદ્યોગો તેમ જ કૃષિ સાધનો બનાવતી કંપનીઓ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જ્યારે આ ઉદ્યોગો ગુજરાતમાં દહેજ (Dahej), ભરુચ (Bharuch), ધોલેરા (Dholera), વડોદરા (Vadodara), હાલોલ (Halol) સહિત અન્ય સ્થળોએ મૂડીરોકાણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.