મૃતકના લગ્ન મેઉના વતની અને ગાંધીનગર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા શંકરજી ચાવડાના પુત્ર મહાવીરસિંહ સાથે 2009માં કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ મૃતકને વર્ષ 2011માં પુત્રી નવ્યાનો જન્મ થતા સાસરી પક્ષના સભ્યો દ્વારા દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. ત્રાસ સહન નહીં થતા મૃતક ગાયત્રીબેને 14 જુલાઈ 15ના રોજ સાસરિમાં પોતાની 4 વર્ષીય દીકરી નવ્યાની હત્યા કરી અને પોતે આત્મહત્યા કરીં લીધી હતી.
મૃતકના પિતાએ સસરા ASI શંકરજી મગનજી ચાવડા, સાસુ વીણાબા શંકરજી ચાવડા, મૃતકના પતિ મહાવીરસિંહ શંકરજી ચાવડા તથા નણંદ રચનાબેન વિરુદ્ધ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં ગાંધીનગર સેસન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ આપ્યો હતો.