ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરીનું આધુનિકરણ કરવા માટે નાણાંકીય હિસાબ સંચાલન, માનવ સંસાધન સિસ્ટમ, યોજના સંચાલન, પ્રાપ્તિ વ્યવસ્થાપન, સંપત્તિ, અહેવાલ, મોબાઇલ એપ્લિકેશન, વેબ પોર્ટલ, આંતર- વિભાગ ફાઇલ સંચાલન જેવા અનેક કામોનું સરળીકરણ કરવા માટે રૂપિયા 538 લાખના ખર્ચે તૈયાર થયેલું ઇ.આર.પી. અને ઇ- ગવર્નન્સ પ્રોજેકેટનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ ગાંધીનગરના નાગરિકોને ઓનલાઇન સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયા 519 લાખના ખર્ચે પ્રોપટી ટેક્ષ સર્વે એન્ડ બેઝ મેપ ક્રિએશન, અપડેશન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એન્ટરપ્રાઇઝ જી.આઇ.સી. એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્યું ગાંધીનગર શહેર-તાલુકામાં વિકાસકામોનું ખાતમુહૂર્ત
ગાંધીનગર સંસદીય મતવિસ્તાર આવતાં ગાંધીનગર મહાનગર પાલિકા, કલોલ અને ગાંધીનગર તાલુકામાં આજે 10 સપ્ટેમ્બરના રોજ સાસંદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે 134 કરોડ 64 લાખથી વધુ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું ટેકનોલોજીના માઘ્યમ થકી ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ ગાંધીનગર કલેકટર કચેરી, સેકટર 7એના બગીચામાં અને રૂપાલ ગામમાં કરાયું હતુ. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આ કાર્યક્રમમાં હાજર થવા રૂપાલ પહોંચ્યા હતાં. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતાં નવરાત્રિ યોજવામાં આવે તેવી શક્યતાઓ પણ જણાવી હતી.