ETV Bharat / city

ઉદ્યોગ ભવનમાં 60 CCTV કેમરા વચ્ચે સરકારી સ્કોર્પિયો કારની ચોરી - ઉદ્યોગ ભવન

ગાંધીનગર શહેરમાં સરકારી કચેરીઓ અને વાહનો સુરક્ષિત રહ્યા નથી. ઉદ્યોગ ભવનમાં પાર્ક કરવામાં આવેલી સરકારી સ્કોર્પિયો કારને 60 જેટલા CCTV કેમેરા વચ્ચેથી તસ્કરો ચોરીને લઇ ગયા છે. જો કે, આ તમામ કેમેરા શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા છે. અત્યારે ભવનમાં એક પણ કેમેરો ચાલુ અવસ્થામાં નથી.

ETV BHARAT
ઉદ્યોગ ભવનમાં 60 CCTV કેમરા વચ્ચે સરકારી સ્કોર્પિયો કારની ચોરી
author img

By

Published : Aug 11, 2020, 6:06 AM IST

ગાંધીનગર: શહેરમાં સરકારી કચેરીઓ અને વાહનો સુરક્ષિત રહ્યા નથી. ઉદ્યોગ ભવનમાં પાર્ક કરવામાં આવેલી સરકારી સ્કોર્પિયો કારને 60 જેટલા CCTV કેમેરા વચ્ચેથી તસ્કરો ચોરીને લઇ ગયા છે. જો કે, આ તમામ કેમેરા શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા છે. અત્યારે ભવનમાં એક પણ કેમેરો ચાલુ અવસ્થામાં નથી.

ઉદ્યોગ ભવનમાં 60 CCTV કેમરા વચ્ચે સરકારી સ્કોર્પિયો કારની ચોરી

ઘ-4 પાસે આવેલા ઉદ્યોગ ભવનના પાર્કિંગમાંથી 7 લાખની કિંમતની સરકારી સ્કોર્પિયો ગાડી ચોરાઈ છે. ઉદ્યોગ ભવન સ્થિત ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીમાં વહીવટી અધિકારી ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા પ્રતીક પ્રમોદ શાહે સે-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ગુજરાત મિનરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટીની માલિકીની એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી ભુસ્તર વિભાગના અપીલ અને ફ્લાઈંગ સ્ક્વોર્ડના અધિક નિયામક દ્વારા સરકારી કામકાજ માટે ઉપયોગમાં લેવાતી હતી. જેમાં દહેગામના વિજયકુમાર રાઠોડ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.

ડ્રાઈવર સોમવારે સવારે 10 વાગ્યે ફરજ પર પહોંચ્યો ત્યારે GJ-18-GB-0195 નંબરની સફેદ કલરની સ્કોર્પિયો ગાડી મળી નહોતી. ડ્રાઈવરે શુક્રવારે સાંજે 7 વાગ્યે ઉદ્યોગ ભવન બ્લોક નં-1 VIP પાર્કિંગની સામે ગાડી પાર્ક કરી હતી. શનિવાર અને રવિવાર 2 દિવસની રજા બાદ સોમવારે ડ્રાઈવર આવ્યો ત્યારે ગાડી મળી નહોતી. આ ઉપરાંત ગાડી જેવી જગ્યાએ પાર્ક કરવામાં આવી હતી, ત્યાં તૂટેલી હાલતમાં કાચના ટુકડા જોવા મળ્યા હતા. આ સમગ્ર મુદ્દે પોલીસે 7 લાખની કિંતમની ગાડીની ચોરી અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખયની છે કે, ઉદ્યોગ ભવનના ગેટ પર 24 કલાક સિક્યુરીટી ગાર્ડ તૈનાત હોય છે, ત્યારે આ તમામ વચ્ચે રજાના દિવસોમાં પણ ગાડીની ચોરી થતાં આશ્ચર્ય સર્જાયું છે.

રજાના દિવસોનો શ્રેષ્ઠ ઉપયોગ કરે તસ્કરો

ગાંધીનગર શહેરમાં સરકારી કચેરીઓમાં રજાના દિવસોમાં તમામ વાહનો જોવા મળતા હોય છે, ત્યારે રજાના દિવસોમાં આ કચેરીઓમાં સિક્યુરિટી ગાર્ડ સિવાય ચકલુંય ફરકતું નથી. જેથી તસ્કરો આ સમયતી તક ઝડપતા હોય છે. આ અગાઉ પણ જૂના સચિવાલયમાંથી સરકારી ટાટા સુમો કાર ચોરાઈ હતી. જે રજાના દિવસોમાં જ ચોરવામાં આવી હતી.

ઉદ્યોગ ભવન કેમ્પસમાં 60 કેમેરા, તમામ બંધ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઉદ્યોગ ભવન કેમ્પસ કચેરીની બહારની 60 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ આ તમામ મૃત હાલતમાં છે. એક પણ કેમેરો ચાલુ હાલતમાં જોવા મળતો નથી. ચોરી બાદ પોલીસ તપાસ કરવા પહોંચી હતી, પરંતુ CCTV બંધ હોવાના કારણે તેમણે પણ તસ્કર સુધી પહોંચવા માટે લોઢાના ચણા ચાવવા પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.