- રાજ્યમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો
- છેલ્લા 24 કલાકમાં 22 પોઝિટિવ કેસ નોંધાયા
- 19 દર્દીઓ કોરોનાને માત આપી
- અમદાવાદ- 3, વડોદરા- 1, સુરત- 5 અને રાજકોટમાં 1 કેસ નોંધાયા
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી પણ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબર માસની 12 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. 33 જિલ્લામાંથી ફક્ત 5 જેવા કે નવસારી, કચ્છ, ખેડા, સુરત, વલસાડ અને ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે, સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 10 દર્દીને રજા આપવામાં આવી છે.
આજે 3,11,145 નાગરીકો વેક્સિન અપાઈ
12 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,11,145 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. 18 વર્ષથી વધુ વયના 63,649 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 1,57,046 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કુલ 6,57,12,208 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 189
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 189 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 184 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,909 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.