ETV Bharat / city

રાજ્ય સરકાર RTOની 40 કામગીરી ઓનલાઈન કરશે, RTOમાં કાચા લાયસન્સ ઇશ્યૂ કરવાની પણ વિચારણા - એક્સક્લુસિવ સ્ટોરી

રાજ્યમાં RTO વેટિંગ લિસ્ટ રોજ બરોજ લાંબુ થઈ રહ્યું છે. અરજદારોને 3 મહિના સુધી વેટિંગમાં રહેવાની પરિસ્થિતિ ઉભી થઇ છે, ત્યારે RTOમાં ઝડપથી કામગીરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પાકા લાયસન્સને છોડીને RTOની લગભગ બધી જ કામગીરી ઓનલાઈન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV BHARAT
રાજ્ય સરકાર RTOની 40 કામગીરી ઓનલાઈન કરશે
author img

By

Published : Oct 15, 2020, 3:39 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં RTO વેટિંગ લિસ્ટ રોજબરોજ લાંબુ થઈ રહ્યું છે. અરજદારોને 3 મહિના સુધી વેટિંગમાં રહેવાની પરિસ્થિતિ ઉભી થઇ છે, ત્યારે RTOમાં ઝડપથી કામગીરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પાકા લાયસન્સને છોડીને RTOની લગભગ બધી જ કામગીરી ઓનલાઈન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાચા લાયસન્સની કામગીરી અત્યારે ITIમાં આપવામાં આવી છે, તો ટૂંક સમયમાં RTOને પણ ફરીથી કાચું લાયસન્સ ઇશ્યૂ કરવાની સત્તા આપવામાં આવશે.

વર્તમાન સમયમાં RTOમાં લાયસન્સ રિન્યૂ કરાવવાનું, ડુપ્લિકેટ લાઇસન્સ કરાવવું, વાહનોને ટેક્સ ભરવા અને વાહનોના સર્ટિફિકેટ જેવી કુલ 11 કામગીરી ઓનલાઇન કરવામાં આવી છે, પરંતુ હજૂ પણ આગામી સમયમાં કુલ 40 જેટલી કામગીરી ઓનલાઇન કરવામાં આવશે. આ ઉપરાંત અત્યારે વાહન ટ્રાન્સપોર્ટની કામગીરી પણ ઓનલાઇન કરવામાં આવી છે. આમ હવે RTOમાં કોઈપણ અરજદારોને આવું ન પડે તે માટે તમામ કામગીરી રાજ્ય સરકારે ઓનલાઈન કરવાની તૈયારી દર્શાવી છે.

રાજ્ય સરકાર RTOની 40 કામગીરી ઓનલાઈન કરશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા 40 જેટલી કામગીરીને ઓનલાઇન કરવા માટેની ફાઈલ રજૂ કરવામાં આવી છે. જેને ટૂંક સમયમાં જ ટ્રાન્સપોર્ટ પ્રધાન આર.સી.ફળદુ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મંજૂરી પણ આપવામાં આવશે. આ ઉપરાંત RTOના કામ ભારણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કાચા લાયસન્સની કામગીરી ITIને આપવામાં આવી છે, પરંતુ આમ છતાં પણ હજૂ રોજ-બરોજ વેટિંગ લિસ્ટ વધી રહ્યું છે અને 2 મહિનાથી વધુનો સમયગાળો થઈ રહ્યો છે, ત્યારે આ વેટિંગ પીરિયડને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ફરીથી RTOને કાચા લાઈસન્સ ઇશ્યૂ કરવાની સત્તા આપી શકે તેમ છે. આમ કાચુ લાયસન્સ હવે RTO અને ITI બન્ને જગ્યાએથી ઈશ્યૂ થઈ શકે તેવું પણ રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા હવે RTOની તમામ કામગીરી ઓનલાઇન રજૂ કરવામાં આવશે. જેમાં કુલ 40 જેટલી કામગીરીનો સમાવેશ કરવામાં આવશે, ત્યારે હવે તમામ કામગીરી ઓનલાઇન થયા પછી પણ વેટિંગ પીરિયડ યથાવત રહે છે કે નહીં તે જોવું રહ્યું.

ગાંધીનગરથી પાર્થ જાનીનો રિપોર્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.