ETV Bharat / city

તેલંગાણાના કૃષિ પ્રધાને કલોલ ઈફ્ફકો પ્લાન્ટની લીધી મુલાકાત, પ્લાન્ટ સ્થાપવા બતાવી તૈયારી - ઇફ્ફકો ફર્ટિલાઈઝર પ્લાન્ટ

તેલંગાણા રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ પ્રધાન અને સહકાર પ્રધાન સિંગરેડ્ડી નિરંજન રેડ્ડીએ ગુજરાત ગાંધીનગરના કલોલ ખાતે ઇફ્ફકો પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નેનો ઇફ્ફકો પ્લાન્ટની કામગીરી અને પ્રોડક્ટ વિશે જાણ્યા બાદ પોતાના રાજ્યમાં પણ આ પ્લાન્ટ ખેતી માટે ફાયદાકારક હોવાથી નાખવા માટે તૈયારીઓ દર્શાવી હતી. આ પ્રસ્તાવ મંજૂર થશે તો આગામી સમયમાં તેલંગાણામાં પણ નેનો ઇફ્ફકો ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાખવામાં આવશે.

તેલંગાણાના કૃષિ પ્રધાને કલોલ ઈફ્ફકો પ્લાન્ટની લીધી મુલાકાત

author img

By

Published : Aug 1, 2021, 5:19 PM IST

  • તેલંગાણાના કૃષિ પ્રધાન ક્લોલના ઇફ્ફકો પ્લાન્ટની મુલાકાતે
  • નેનો ઈફ્ફકો પ્લાન્ટ 8% પાકની વૃદ્ધિ વધારે છે
  • તેલંગાણામાં પણ ઇફ્ફકો પ્લાન્ટ સ્થાપવામાં આવી શકે છે

ગાંધીનગર : ઇફ્ફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ 3 મહિના પહેલા તેમની ટીમ સાથે તેલંગાણાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેલંગણા રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ પ્રધાન અને સહકાર પ્રધાન સિંગરેડ્ડી નિરંજન રેડ્ડીને કલોલ ઇફ્ફકો પ્લાન્ટ જોવા માટે આમંત્રણ આપ્યું હતું. જેથી કામગીરી જોવા માટે તેઓ વૈજ્ઞાનીકો, અધિકારીઓ સાથે અહીં ગઈકાલે શનિવારે કલોલ ખાતે તેમની ટીમ સાથે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: કોરોનાથી મૃત્યુ પામનાર ખેડૂતોના પરિજનોને વીમાનું વળતર આપવાની સુમુલ ડેરીના ડિરેક્ટરની માંગણી

તેલંગાણામાં પણ આ પ્લાન્ટ નાખવાની તૈયારી

દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાને અહીં આવીને ઇફ્ફકો કેવી રીતે કામગીરી કરે છે તેની રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીં તેમને ચાલતી નેનો ફર્ટિલાઈઝરની પણ મુલાકાત લીધી હતી, આ સાથે કેટલાક વૈજ્ઞાનિક નમૂનાઓ પણ જોયા હતા. તેની પદ્ધતિ શુ છે, ફેક્ટરી કેવી રીતે ઓટોમેટીક કામ કરે છે, તે પણ વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ઇફ્ફકો મધર પ્લાન્ટની પણ તેમણે મુલાકાત લીધી હતી. નેનો ઇફ્ફકોથી ખેડૂતોને કઈ રીતે પાકમાં ફાયદો થાય છે તે વિશે જાણતા તેમને તેલંગાણામાં પણ આ પ્લાન્ટ નાખવાની તૈયારી દર્શાવી હતી.

બોર્ડની મીટિંગમાં પ્રસ્તાવ મુકવામાં આવશે

ઇફ્ફકોના વાઇસ ચેરમેન દિલીપ સાંઘાણીએ કહ્યું હતું કે, તેઓએ અહીં સ્ટડી કર્યા બાદ કહ્યું, આ પ્લાન્ટ જો અમારા રાજ્યમાં નાખવામાં આવે તો જમીનથી લઈને દરેક પ્રકારનું સપોર્ટ અમારા રાજ્ય તરફથી કરવામાં આવશે. આ પહેલા અમે નેનો ઇફ્ફકો ફર્ટિલાઈઝર તેમને મોકલ્યું હતું, જેથી પહેલાથી જ તેઓ પ્રભાવિત હતા. આગામી 17 તારીખના રોજ દિલ્હીમાં બોર્ડની મીટિંગ થશે, ત્યારે આ પ્રસ્તાવ મુકવામાં આવશે. ઇફ્ફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ વધુમાં કહ્યું કે, તેઓ અહીં અમારા આમંત્રણને સ્વીકારીને અહીં આવ્યા હતા અને અમે તેમનું ઇફ્ફકો દ્વારા ઉસ્માભર્યું સન્માન પણ કર્યું હતું. તેમને ઇફ્ફકો નેનો ફર્ટિલાઈઝરનું જે દિશામાં કાર્ય થઈ રહ્યું છે તેના વખાણ કર્યા હતા.

તેલંગાણાના કૃષિ પ્રધાને કલોલ ઈફ્ફકો પ્લાન્ટની લીધી મુલાકાત
તેલંગાણાના કૃષિ પ્રધાને કલોલ ઈફ્ફકો પ્લાન્ટની લીધી મુલાકાત

આ પણ વાંચો: ઇફ્કો દ્વારા રાજ્યની હોસ્પિટલ્સમાં વિનામૂલ્યે અપાશે ઓક્સિજન

નેનો ઇફ્ફકો ફર્ટિલાઇઝર શું છે ?

નેનો ઇફ્ફકો ફર્ટિલાઇઝરમાં પ્રવાહીની એક 500 mlની નાની બોટલ પાણીમાં ભેળવીને છંટકાવ કરવામાં આવે તો 8 ટકા જેટલું વધુ ઉત્પાદન પાકમાં આવે છે. જમીન પર કોઈ વિપરીત અસર કરતું નથી, વાયુ પ્રદુષણ કરતું નથી તેમજ માનવ જીવન કે પશુ જીવન પર પણ કોઇ વિપરીત અસર થતી નથી. ભારતમાં અને અમેરિકામાં તેની પેટન્ટ કરાવી છે. આ બાદ 192 દેશમાં ગ્લોબલ લેવલે પેટન્ટ માટે પણ મૂકવામાં આવી છે. રાજસ્થાનના ડોક્ટર રમેશ આર્યા રીટેસ્ટ માટે અમેરિકા સ્ટડી કરવા ગયા અને ત્યાં સ્ટડી કરી ત્યારબાદ તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો અને તેમનો સંપર્ક થયો. વડાપ્રધાને નેનો ફર્ટિલાઇઝર ઇફ્ફકોનો સંપર્ક કરાવી આ પ્લાન્ટ કલોલમાં નાખવા અંગે જણાવ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.