- શંકરસિંહ વાઘેલાએ PM મોદીને લીધા આડે હાથ
- કહ્યું 26 જાન્યુઆરીના કાર્યક્રમ બાદ PM આપે રાજીનામું
- મોદી દ્વરા અમુક મીડિયાઓને ખાનગી માહિતી લીક
ગાંધીનગર: 26 જાન્યુઆરી દિલ્હી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપે તેવી માગ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કરી છે. આ સાથે જ શંકરસિંહ વાધેલાએ 26 જાન્યુઆરીના કાર્યક્રમ બાદ જનતાની અને ખેડૂતોની માફી માગવા અંગે વડાપ્રધાન મોદીને કહ્યું છે.
વડાપ્રધાન મોદી માહિતી લીક કરે છે
શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપ કર્યો હતો કે, PM મોદી અમુક પોતાની મનગમતe ખાનગી મીડિયાને કેન્દ્ર સરકારની ખાનગી વાતો કur રહ્યા છે. જેથી વડાપ્રધાન મોદી ઉપર સિક્રેટ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ઉપરાંત જે પણ અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય તેના વિરુદ્ધ અને જે તે મીડિયાના આગેવાનો ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કરી હતી.
RSS સત્તા લાલચી ચોર
પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાન મોદી અને RSS પર અનેક આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, RSS સત્તા લાલચી ચોર છે અને દેશની સરકાર ઉદ્યોગોની ગીર ગાય છે. ઉદ્યોગકારોને દેશની સરકાર ગીરવે છે.
જજ પણ ખરીદી શકાય છે
શંકરસિંહ વાઘેલાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, સુપ્રીમ કોર્ટના જજ ભગવાન નથી હોતા અને જે રામ મંદિરનો ચુકાદો આપ્યો હતો તેમને પણ કેન્દ્ર સરકારે રાજ્યસભામાં સીટ આપી છે. આમ કોર્ટના જજ પણ ખરીદી શકાય તેવો આક્ષેપ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કર્યો હતો.