ETV Bharat / city

રાજ્યના તમામ જિલ્લામાં 18 વર્ષથી વધુની ઉમરના યુવાઓને આપવામાં આવશે વેકસીન, સરકારે કરી તૈયારી - Gandhinagar

રાજ્યના 10 જિલ્લામાં જ નહીં હવેથી રાજ્યભરમાં જૂનના અંત સુધીમાં 18થી વધુની ઉંમરના નાગરિકો માટે વેક્સીનેશન શરુ થવા જઈ રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જૂન મહિનાથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વયની વ્યક્તિઓને વેક્સીન આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યના તમામ જિલ્લામાં 18+યુવાઓને આપવામાં આવશે વેકસીન, સરકારે કરી તૈયારી

author img

By

Published : Jun 1, 2021, 7:10 PM IST

  • રાજ્ય સરકારનું આયોજન, તમામ જિલ્લામાં થશે 18+ વયનું વેકસીનેશન
  • અત્યારે ફક્ત 10 જ જિલ્લામાં છે વેકસીનેશન
  • ટૂંકસમયમાં રાજ્ય સરકાર કરશે જાહેરાત

    ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનો કહેર એપ્રિલ અને મે મહિનામાં સામે આવ્યો છે ત્યારે કોરોનાનો કહેર ઓછો થાય તે માટે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 1મેથી ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના નાગરિકોનેે વેક્સીન આપવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે શરૂઆતમાં જે 10 જિલ્લાઓમાં કોરોનાનો વધુ ઉછાળો હતો, ત્યાં જ વેક્સીન આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે હવે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જૂન મહિનાથી સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વયની વ્યક્તિઓને વેક્સીન આપવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

    હવે તમામ જિલ્લામાં વેકસીનેશન

    સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની વયના નાગરિકોને રસીકરણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વની જો વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનામાં જે રીતે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, ભાવનગ,ર બરોડા, મહેસાણા જેવા શહેરોમાં અને જિલ્લાઓમાં કે સતત કેસ વધી રહ્યાં હતાં ત્યારે રાજ્ય સરકારે 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓને રસી આપવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે જે રીતે કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને જૂન મહિનાના અંત સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તમામ વ્યક્તિઓને વેકસીનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વડોદરાની સયાજી હોસ્પિટલમાં અઢી મહિનામાં 7 બાળ દર્દીઓમાં MIS-Cનું સંક્રમણ ફેલાયું, 2ના મોત

31 મે સુધીમાં 10 જિલ્લામાં 15,91,278 યુવાઓનું વેકસીનેશન

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી કોરોના અપડેટમાંથી મળતી માહિતી પ્રમાણે 18થી 45 વર્ષ સુધીના પ્રથમ ડોઝની જો વાત કરવામાં આવે તો ફક્ત 10 જિલ્લામાં જ 31 મે સુધીમાં 15,91,278 યુવાઓને વેક્સીનના પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા હવે સાત દિવસ સુધી રોજના એક લાખથી વધુ યુવાઓને રસીના ડોઝ આપવાની વ્યવસ્થા પણ 10 જિલ્લામાં કરવામાં આવી છે.

જૂન મહિના સુધીમાં વેકસીનનો ડોઝ ઉપલબ્ધ હશે

રસી અપૂરતી હોવાને કારણે અને 10 જિલ્લામાં વધુ સંક્રમણ હોવાને કારણે રાજ્ય સરકારે ફક્ત 10 જ જિલ્લામાં રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જ્યારે હવે આવનારા દિવસોમાં રસીનો પૂરો સ્ટોક આવવાને કારણે અને બીજી અન્ય કંપનીની રસીઓ આવવાને કારણે રાજ્ય સરકાર દ્વારા ટૂંકસમયમાં જૂનના અંત સુધી તમામ જિલ્લામાં તમામ લોકો વેકસીનેશન શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજ્ય સરકારે 18થી 44 વર્ષના લોકો માટે વેક્સિનના 16 લાખ ડોઝ ખરીદ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.