ગાંધીનગરઃ રાજ્યમાં 3200 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર હેલ્થ એન્ડ વેલનેસમાં ફરજ બજાવી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાવાયરસની મહામારી નાગરિકોને ભરડામાં લઈ રહી છે, તેવા સમયે પણ આ કર્મચારીઓએ ખડે પગે સેવા આપી છે. સેવા આપતાં આપતાં અનેક કર્મચારીઓ કોરોના વાયરસની ઝપટમાં પણ ચડી ગયાં છે. તેમ છતાં આ કર્મચારીઓની બાદબાકી કરવામાં આવતા અંદરખાને રોષ અને નારાજગી જોવા મળી રહી છે.
કોરોના વોરિયર્સ યાદીમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની બાદબાકી કરતાં રોષ
રાજ્યમાં 15 ઓગસ્ટના રોજ આરોગ્યક્ષેત્રે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીને કોરોના વાયરસમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવનાર છે. પરંતુ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો સમાવેશ કરવામાં નહીં આવતાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ કર્મચારીઓ કામગીરીમાંથી હટી જશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.