હૈદરાબાદ: નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે. વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર રવિવારથી શરૂ થઈ રહ્યો છે. આ મહિનો પણ ઘણા બદલાવ લાવી રહ્યો છે. દર વખતની જેમ, મહિનાના પહેલા દિવસે, તમારા જીવન સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાશે, જેની અસર તમારા ખિસ્સા પર પડશે. ચાલો આ નવા નિયમો વિશે વિગતવાર જાણીએ.
જાણકારી અનુસાર, 1 ડિસેમ્બર, 2024થી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

એલપીજી સિલિન્ડરના ભાવ ફેરફાર થઈ શકે છે: દર મહિનાની પહેલી તારીખે ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ દર મહિને બદલાય છે. નવેમ્બરમાં સરકારી ગેસ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 62નો વધારો કર્યો હતો. તે જ સમયે, ઓક્ટોબરમાં, આ સિલિન્ડરની કિંમતમાં 48 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જો ઘરેલું ગેસ સિલિન્ડરની વાત કરીએ તો તેની કિંમતો યથાવત છે. તેમની કિંમતોમાં કોઈ ફેરફાર નથી.

ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર: દેશની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 1 ડિસેમ્બરથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. ગ્રાહકોને આંચકો આપતા, બેંક હવે ક્રેડિટ કાર્ડ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ આપશે નહીં.

બેંક રજાઓ વિશે જાણો: ભારતીય રિઝર્વ બેંકે ડિસેમ્બર મહિના માટે રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે. કેલેન્ડર મુજબ આ મહિનામાં કુલ 17 દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય. આવી સ્થિતિમાં, જો તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બેંક જવું હોય, તો કેલેન્ડર જોઈ લો, નહીં તો તમારે અસુવિધાનો સામનો કરવો પડશે. જોકે, ઓનલાઈન સુવિધા 24 કલાક ખુલ્લી રહેશે.

TRAI ના નવા નિયમો પહેલી તારીખથી લાગુ થશે: દેશના ટેલિકોમ રેગ્યુલેટરે કહ્યું છે કે, OTP સંબંધિત નવા નિયમો ડિસેમ્બર મહિનાથી લાગુ કરવામાં આવશે. આ નિયમો લાગુ થતાં જ OTP આવવામાં સમય લાગશે. અગાઉ આ નિયમો 1 નવેમ્બરથી લાગૂ થવાના હતા.
આ પણ વાંચો: