સુરત: દિલ્હીથી સુરત આવીને પરત સુરતથી દિલ્હી જતી ફલાઇટ 2 કલાક 45 મિનિટ મોડી પડવાના લીધે મુસાફરોની પરેશાનીમાં વધારો થયો હતો. જોકે આ સમસ્યામાં છેલ્લા 2 મહિનામાં સતત વધારો થઈ રહ્યો છે. તે માટેનું એક કારણ એવું પણ છે કે, ફ્લાઈટની સંખ્યામાં ઘટાડો થવાના લીધે એરલાઈન્સ કંપનીઓ દ્વારા છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ કરી દેવાની જાહેરાત કરતા હોય છે. અથવા તો અન્ય રૂટ પરથી આવતી ફ્લાઇટને ગોઠવણ કરીને મોકલવાના કારણે 2 થી 3 કલાક સુધી ફ્લાઈટ મોડી પડી રહી છે.
દિલ્હીથી સુરતની ફ્લાઇટ મોડી પડી: દિલ્હીથી સુરત આવતી ફ્લાઈટ બપોરે 12 કલાકે સુરત એરપોર્ટ પર આવતી હોય છે. પરંતુ તે ફ્લાઈટ બપોરના 3 કલાકના અરસામાં આવી હતી . જ્યારે આ ફ્લાઇટ સુરત આવ્યા બાદ દિલ્હી પરત બપોરે 1 કલાકે રવાના થતી હોય છે. પરંતુ ફ્લાઈટ મોડી આવી હોવાના કારણે બપોરે 345 કલાકે સુરતથી દિલ્હી જવા રવાના થઈ હતી. ફ્લાઈટ મોડી આવવાના કારણે મુસાફરો સતત 2 કલાક 45 મિનિટ સુધી પરેશાન રહ્યા હતા. તેમજ સુરત એરપોર્ટ પર તેઓને ફ્લાઈટ આવે છે. તે જ પ્રમાણેની જાણકારી આપવામાં આવી રહી હોવાના કારણે અકળાયા હતા.
ફ્લાઇટની સમસ્યાને લીધે મુસાફરો પરેશાન: જો કે, છેલ્લા કેટલાક મહિનાઓથી ફ્લાઈટ મોડી આવવાની સમસ્યાને કારણે મુસાફરો પરેશાની ભોગવી રહ્યા છે. તેમ છતાં તેનું નિરાકરણ આવતું નથી. આ ઉપરાંત એરલાઇન્સ કંપનીઓ પાસે પૂરતી સંખ્યામાં ફ્લાઈટ નહીં હોવાના લીધે પણ ફ્લાઈટના ઓપરેશનમાં સમસ્યા ઊભી થઈ રહી છે. તેમજ એરલાઈન્સ કંપનીઓ પર ફ્લાઈટની સંખ્યામાં વધારો કરવા માટે પ્રયત્ન કરી રહી હોવા છતાં હજુ પણ ફ્લાઈટની સંખ્યામાં વધારો થયો નહીં હોવાની સીધી અસર ફ્લાઈટના ઓપરેશન પર પડી રહી છે.
કોઇ કડક પગલા લેવાતા નથી: સુરત એરપોર્ટ પરથી મુસાફરોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો હોવા છતાં નિયમિત ફ્લાઈટ આવે તે માટેના પગલાં પણ ભરવામાં આવતા નથી. જે એરલાઈન્સ કંપની સામે કડક પગલાં ભરવાની ચીમકી આપવામાં આવે તો ફ્લાઈટ મોડી આવવાની સમસ્યામાં થોડાક અંશે રાહત થઈ શકે તેમ છે.
આ પણ વાંચો: