ETV BHARAT IMPACT: ગાંધીનગર સિવિલના RMOનો ઓર્ડર રદ કરાયો - ગાંધીનગર સિવિલના RMOનો ઓર્ડર રદ કરાયો
પાટનગર ગાંધીનગરમાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કૌભાંડમાં સપડાયેલા ડૉક્ટરને સજાના ભાગરૂપે ગાંધીનગર ભૂલવા અંગે કહ્યું હતું, પરંતુ તંત્ર દ્રારા આરોગ્ય પ્રધાનને અંધારામાં રાખીને એ ડૉક્ટરને ફરી RMO તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા હતા. જેના સમાચાર ETV BHARAT દ્વારા પ્રસિદ્ધ થતાં તાત્કાલિક અસરથી આ ડૉક્ટરનો ઈસ્યુ કરવામાં આવેલા ઓર્ડરને રદ કરવામાં આવ્યો છે અને ડૉ. સુધાબેનની નિંમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગરઃ પાટનગરમાં સિવિલ હોસ્પિટલમાં 3 મહિના પહેલા ઓર્ડર આપવામાં આવેલા ડૉક્ટર સુધાબેનને દૂર કરવા માટે સેક્ટર 8માં ફરજ બજાવતા ડૉક્ટરને RMO તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા હતા. જે તબીબને ઓર્ડર અપાયો હતો તે ભૂતકાળમાં મોટા કૌભાંડમાં સંપડાયા હતા. જેથી રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે તેમને સજા કરી હતી, પરંતુ તેમને અંધારામાં રાખીને આ તબીબને ફરી ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે સમાચાર ETV BHARAT દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતાં તેમનો ઓર્ડર રદ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 મહિના પહેલા રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે સુધાબહેનને ઓર્ડર અપાયો હતો, પરંતુ આ ત્રણ મહિનામાં જ અન્ય તબીબ ડૉક્ટર દેવાંગ શાહને RMO તરીકે નિયૂક્ત કરાયા હતા. જેને લઈને વર્તમાન RMO સહિત તબીબોને આ બાબત પસંદ આવી નહોતી. બીજી તરફ વર્તમાન રેસિડેન્ટ મેડિકલ ઓફિસર મેદાનમાં આવી ગયા હતા અને તેમને પણ ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરી હતી.
આ સમાચાર ETV BHARAT દ્વારા પ્રસિદ્ધ કરવાથી આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. જેને લઇને છેલ્લા સમાચાર મુજબ RMO તરીકે ડૉક્ટર સુધાબેનને નક્કી કરવામાં આવ્યા છે અને તેમના નામનો ઓર્ડર પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યો છે.