ETV Bharat / city

રાજ્યમાં મેળાવડાની ના, છતાં IITEમાં સ્થાપના દિવસની ઉજવણી

ગાંધીનગર શહેરના સેક્ટર 15 માં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) સંસ્થાનો 10 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. તેની સાથે જ કોલેજમાં નિમણૂક પામેલા અધ્યાપકોને નિમણૂકપત્ર આપવામાં આવ્યાં હતાં. પરંતુ સરકાર દ્વારા કોરોના મહામારીને લઈને મેળાવડા કરવાની ચોખ્ખી ના પાડવામાં આવી છે, તેમ છતાં IITEના પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરાયું હતું.

રાજ્યમાં મેળાવડાની ના, છતાં  IITEમાં સ્થાપના દિવસની ઉજવણી
રાજ્યમાં મેળાવડાની ના, છતાં IITEમાં સ્થાપના દિવસની ઉજવણી
author img

By

Published : Jun 30, 2020, 5:09 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં એકતરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. બીજી તરફ નાગરિકો પરેશાન થઈ રહ્યાં છે. સામાન્ય લોકોને સામાજિક કાર્યક્રમ કરવા માટે મંજૂરી માટે અનેક વખત ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ સરકારને કાર્યક્રમ કરવો કરવો હોય તો નિયમોની ઐસીતૈસી કરીને કાર્યક્રમો આયોજન થઈ જાય છે. ત્યારે આજે ગાંધીનગર શહેરના સેક્ટર 15 માં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશનનો 10મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાનના હસ્તે નવા નિમણૂક પામેલા પ્રાધ્યાપકકોને નિમણૂક પત્ર અને કોલેજમાં પોતાનું યોગદાન આપી નિવૃત થતાં કર્મચારીઓને સન્માનિત કરાયાં હતાં.

રાજ્યમાં મેળાવડાની ના, છતાં IITEમાં સ્થાપના દિવસની ઉજવણી
કાર્યક્રમમાં સંબોધન કરતા શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે, વર્ષ 2003થી પ્રવેશોત્સવ મનાવતા આવ્યાં છીએ. પરંતુ આ વખતે આપણે શાળા પ્રવેશોત્સવ નહીં મનાવી શકીએ. આ વખતે શિક્ષક ઘરે ઘરે જઈને જો બાળક પ્રવેશ મેળવ્યા યોગ્ય હશે તો નોંધણી કરાશે. બીજી તરફ શિક્ષણ પ્રધાને એવું પણ કહ્યું હતું કે, રાજ્યમાં છ લાખથી વધારે સરકારી અને ખાનગી શાળામાં બાળકોએ પ્રથમ વર્ગમાં પ્રવેશ મેળવી લીધો છે. હજુ શાળાઓ શરૂ થઈ નથી, તેવા સમયે વિદ્યાર્થીઓના એડમિશન કરાવી દેવામાં આવે છે. જેને લઇને વાલીઓને શિક્ષણ વિના ખાનગી શાળાઓમાં ફી ભરવી પડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.