ETV Bharat / city

વિકાસશીલ સરકાર: સરકારે ધમણ વેન્ટિલેટરની માત્ર વાતો જ કરી, કેટલા ખરીદ્યા ધમણ ? - gujarat

સરકારે કોરોનાની મહામારી વચ્ચે ધમણ વેન્ટીલેટરનો ઉપયોગ કર્યો અને જાહેરાત કરતા પણ કહ્યું કે, હવે વેન્ટીલેટર પણ ગુજરાતના રાજકોટમા બનવાનું શરૂ થયું છે. તેથી વેન્ટીલેટરની અછત પણ થશે નહીં. પરંતુ વિધાનસભામાં સરકારે જવાબ રજૂ કરતા કહ્યું, એક પણ ધમણ વેન્ટીલેટરની ખરીદી કરી નથી, દાનમાં મળેલા મશીનો વાપરીએ છીએ.

gandhinagar
gandhinagar
author img

By

Published : Apr 2, 2021, 3:10 PM IST

  • દાનમાં મળેલા 1366 મશીનો સરકાર વાપરે છે, ખરીદી કરી નથી
  • ભારત સરકાર દ્વારા મેસર્સ HLL લાઇફકેર મારફતે દાન મળ્યું
  • છેલ્લા એક વર્ષમાં એક પણ ધમણ વેન્ટીલેટરની ખરીદી કરવામાં આવી નથી

ગાંધીનગર: રાજયમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં મોટો ભાગના દર્દીઓ એવા છે કે જેમનો વધારે હોસ્પિટલની જરૂર હોઇ, તેવા દર્દીઓેને જ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં મોટા ભાગના દર્દીઓ મોટી ઉમરના છે. જેમની ઉમર 45થી વધુ છે અને આવા દર્દીઓને ઓક્સિજન અને વેન્ટીલેટરની પણ જરૂરિયાત છે. પરંતુ રાજયમાં હાલની સ્થિતિએ જોવા જઇએ તો દર્દીઓેના સંખ્યામાં વેન્ટીલેટરની સંખ્યા નહીંવત પ્રમાણમાં છે. રાજયમાં કોરોનાની મહામારી વચ્ચે એવા કેસો પણ સામે આવ્યાં છે કે જેમને વેન્ટીલેટરની અછતની લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય.

પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે સવાલ પૂછ્યા

સરકાર એક તરફ ઉદ્યોગો પાછળ મોટો ફંડ અને સહાય ફાળવે છે, પરંતુ પાયાના માણસોને આરોગ્ય સુધી મળી રહે, તે માટે પુરતી વ્યવસ્થાઓ ઉભી કરવામાં નિષ્ફળ ગઇ હોવાની શક્યતા દેખાઇ રહી છે. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણે આરોગ્ય પ્રધાન નીતિન પટેલેને પ્રશ્ન પુછતા કહ્યું કે, રાજયમાં છેલ્લા એક વર્ષમાં સરકારે કેટલા ધમણ વેન્ટીલેટરની ખરીદી કરી, કયાં ભાવે ખરીદી કરી અને કઇ કંપની પાસેથી ખરીદવામાં આવ્યા છે.

ધમણ-1નાં 866 નંગ દાનમાં મળ્યાં છે

વિધાનસભામાં નીતિન પટેલે ધમણ વેન્ટીલેટર અંગે જવાબ રજૂ કરતા કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં રાજય સરકાર દ્રારા એક પણ ધમણ વેન્ટીલેટરની ખરીદી કરવામાં આવી નથી. પરંતુ ધમણ-1નાં 866 નંગ દાનમાં મળ્યાં છે. અને ધમણ-3ના 500 નંગ ભારત સરકાર દ્વારા મેસર્સ HLL લાઇફકેર મારફતે મળ્યા છે. ગુજરાત સરકાર દ્વારા એક પણ ધમણ વેન્ટીલેટરની ખરીદી કરવામાં આવી નથી.

ધમણ પર શું હતા CMના શબ્દો :

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટની જયોતી CNC દ્વારા બનાવવામાં આવેલા ધમણ વેન્ટીલેટરની જાહેરાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી મોટી વાતો કરી હતી. અને કહ્યું કે, હવે ગુજરાતના રાજકોટમાં ધમણ વેન્ટીલેટર બનાવવામાં આવી રહ્યા છે. વેન્ટિલેટર બનાવવા ગુજરાતના લોકલ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સફળ બન્યા છે. આ મશીન સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે. વેન્ટિલેટરની માંગને પહોંચી વળવા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે કંપનીઓ પાસેથી મદદ માંગી હતી. આવામાં રાજકોટી એક કંપની જ્યોતિ સીએનસીએ માત્ર 10 દિવસમાં નવુ વેન્ટિલેટર બનાવ્યું છે. જેને ધમણ-1 નામ અપાયું છે.

આ પણ વાંચો : પરપ્રાંતિય લોકોનું પણ કોરોના રસીકરણ ઝડપથી હાથ ધરાશે: CM રૂપાણી

શું CMએ આપ્યું હતું પ્રોત્સાહન ધમણ માટે ?

રાજકોટના પરાક્રમ સિંહ અને રાજેન્દ્રસિંહને અમે વેન્ટિલેટર માટે કહ્યું અને બંન્નેએ પડકાર ઝીલી લીધો હતો. રાજકોટની જ્યોતિ સીએસની કમ્પની દ્વારા વેન્ટીલેટર બનાવી દીધું છે. આ મશીનને આરોગ્ય વિભાગ દ્વારા ચેક પણ કરવામાં આવ્યું છે. તમામ ચેકીંગ બાદ આખરે મંજૂરી આપવામાં આવી છે. આખરે આજે સિવિલના આઇસીયુ વોર્ડમાં ધમણ-1 વેન્ટીલેટરને કાર્યરત કરાયું છે. હવે સરકારને 1 હજાર વેન્ટિલેટર મળશે. એટલુ જ નહિ, દેશના અન્ય રાજ્યોને પણ આ વેન્ટિલેટર આપવામાં આવશે. સવારથી દર્દીને આ વેન્ટિલેટર પર મૂકાયા છે અને વેન્ટિલેટર સારી રીતે ચાલી રહ્યું છે. આ આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે. વેન્ટિલેટરનું કામ ઝડપથી પૂરું કરવા માટે અમે સતત સૂચનો અને મદદ માટે ફોલોઅપ લેતા હતા. હવે ગુજરાતમાં 1 લાખથી ઓછી કિંમતના વેન્ટિલેટર બનશે.

શું કહ્યું હતું જયોતિ સીએમસી કંપનીના પરાક્રમ સિંહ જાડેજાએ :

વેન્ટિલેટર બનાવનાર જ્યોતિ સીએનસી કંપનીના પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું કે, માત્રને માત્ર ઘરેલુ પાર્ટ્સમાંથી જ આખું વેન્ટિલેટર બનાવ્યું છે. 10 દિવસમાં 150 એન્જિનિયરે ડિઝાઈન કરીને પ્રોસેસ કર્યું, દિવસ-રાત કામ કર્યું અને ગઈકાલે આખરે તે એપ્રુવ થયું છે. ઈક્યૂબીસી ઈન્સ્ટિ. ગાંધીનગરમાં ટેસ્ટ કરીને પ્રમાણિત કર્યું છે. 10 કલાક સુધી સતત પરીક્ષણ કર્યું હતું. જે વેન્ટિલેટર 6.50 લાખ રૂપિયાનું બને છે, તેને અમારી ટીમે માત્ર 1 લાખ રૂપિયામાં બનાવ્યું છે. પહેલા 1000 મશીન ગુજરાત સરકારને ડોનેટ કરાશે. પછી બાકીના વેન્ટિલેટર્સ બીજા રાજ્યોને સપ્લાય કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.