- રાજ્યમાં કોરોનાના કેસમાં (Corona Cases) ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે
- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ (Corona Cases) નોંધાયા
- છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 22 લોકો સાજા થયા
- રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા અત્યારે સાજા થવાનો દર 98.76 ટકા થયો
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા ત્યારે બાદ હવે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે પણ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. જ્યારે 22 લોકો સાજા થયા છે.
5 મહાનગર અને 30 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહીં
ગઈકાલે (4 ઓક્ટોબરે) સમગ્ર રાજ્યમાં 3 કોર્પોરેશન જેવા કે, અમદાવાદ, વડોદરા અને સુરત કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 3 જેવા કે વલસાડ, ભાવનગર અને સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે
આ પણ વાંચો- કોરોના ગાઇડલાઇન્સ સાથે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં નવલા નોરતાની તૈયારીઓ શરૂ
સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસ ધીમી ગતિએ વધ્યા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે (Health Department) બહાર પાડેલી યાદી મુજબ, અમદાવાદમાં 6, સુરતમાં 5, ભાવનગર-વડોદરા અને વલસાડમાં એક-એક કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચો- ભારતમાં પહેલી વખત ડ્રોનથી Corona Vaccine મોકવામાં આવી, આસામના મણિપુરથી થઈ શરૂઆત
24 કલાકમાં 5,65,747 લોકોનું કોરોના વેક્સિનેશન (Corona Vaccination) થયું
ગઈકાલે (4 ઓક્ટોબરે) રાજ્યમાં કુલ 5,65,747 લોકોનું કોરોના વેક્સિનેશન (Corona Vaccination) થયું હતું. જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,49,601 નાગરિકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ તો 2,70,979 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 6,20,10,101 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 150ની બહાર
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ તો, રાજ્યના આરોગ્ય વિભાગ (Health Department) તરફથી મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં અત્યારે કુલ 172 જેટલા એક્ટિવ કેસ (Corona Active Cases) છે, જેમાં 3 વેન્ટિલેટર પર અને 169 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કારણે કુલ 10,082 દર્દીના મોત થયા છે. તો અત્યાર સુધીમાં કુલ 8,15,762 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે ગુજરાતમાં સાજા થવાનો દર 98.76 ટકા સુધી પહોંચ્યો છે.