ETV Bharat / city

3 મહાનગરોના વિકાસ માટે મોટો નિર્ણય, 607 કરોડ રૂપિયાના કામોને CM ભુપેન્દ્ર પટેલની સૈદ્ધાંતિક મંજૂરી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (swarnim jayanti mukhyamantri shaheri vikas yojana) અન્વયે કુલ રૂપિયા 607 કરોડના વિવિધ વિકાસ કામોને મુખ્યપ્રધાન ભપેન્દ્ર પટેલે (cm bhupendra patel) સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જે અંતર્ગત રાજ્યના સુરત (surat), રાજકોટ (rajkot) અને ગાંધીનગર (gandhinagar) મહાનગરોમાં 124 કામો કરવામાં આવશે.

3 મહાનગરોના વિકાસ માટે મોટો નિર્ણય, 607 કરોડ રૂપિયાના કામોને CM ભુપેન્દ્ર પટેલની સૈદ્ધાંતિક મંજૂરી
3 મહાનગરોના વિકાસ માટે મોટો નિર્ણય, 607 કરોડ રૂપિયાના કામોને CM ભુપેન્દ્ર પટેલની સૈદ્ધાંતિક મંજૂરી
author img

By

Published : Nov 15, 2021, 5:13 PM IST

  • સુરતમાં 109 કામો માટે રૂપિયા 581.40 કરોડની ફાળવણી
  • રાજકોટમાં 12 કામો માટે રૂપિયા 20.79 કરોડને મંજૂરી
  • ગાંધીનગરમાં 3 કામો માટે રૂપિયા 5 કરોડની ફાળવણીનો નિર્ણય

ગાંધીનગર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (cm bhupendra patel) રાજ્યના શહેરી ક્ષેત્રો સહિતના વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (swarnim jayanti mukhyamantri shaheri vikas yojana) અન્વયે સુરત (surat), રાજકોટ (rajkot) અને ગાંધીનગર (gandhinagar) એમ 3 મહાનગરોમાં કુલ 607 કરોડના 124 કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યપ્રધાને સુરતમાં 581.40 કરોડ રૂપિયાના ખર્ચે આકાર પામનારા વિવિધ 109 કામો માટે મંજૂરી આપી છે.

60 કામો માટે રૂપિયા 407.43 કરોડની ફાળવણી

ઉલ્લેખનીય છે કે ભૌતિક આંતરમાળખાકીય વિકાસ (physical infrastructure development)ના કામોમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ (storm water drainage) તથા પાણી પૂરવઠાના અને C.C.રોડના 60 કામો માટે રૂપિયા 407.43 કરોડ, સામાજિક આંતરમાળખાકીય વિકાસ (social infrastructural development)ના 42 કામોમાં લાયબ્રેરી, ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશન (fire safety system installation), વૉર્ડ ઑફિસ, સિવીક સેન્ટર, કૉમ્યુનિટી હૉલ, હેલ્થ સેન્ટર મલ્ટિલેવલ પાર્કિંગ, પબ્લિક હેલ્થ લેબોરેટરી વગેરે માટે 149.64 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યપ્રધાને આપી છે.

રાજકોટને 5 કામો માટે રૂપિયા 10.45 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય

સુરત મહાનગરમાં ફ્લાય ઓવર, બસ શેલ્ટર, કોરીડોર ડેવલપમેન્ટ જેવા અર્બન મોબિલિટીના 6 કામો માટે રૂપિયા 20 કરોડ અને આગવી ઓળખના કામ તરીકે 1 સ્વીમિંગ પૂલને પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યપ્રધાને રાજકોટ મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં પણ રસ્તાના 5 કામો માટે રૂપિયા 10.45 કરોડ, પાણી પુરવઠાના 6 કામો માટે 10.14 કરોડ તથા આંગણવાડીના 1 કામ માટે રૂપિયા 20 લાખ, આમ 12 કામો માટે 20.79કરોડ રૂપિયા ફાળવવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે.

ગાંધીનગરમાં બનશે 4 આસ્ફાલ્ટ રોડ

આ ઉપરાંત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ શહેરી સડક યોજનાના 3 કામો માટે રૂપિયા 5 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યપ્રધાને આપી છે. જે અંતર્ગત 4 T.P.સ્કીમમાં આસ્ફાલ્ટ રોડ બનાવવાના, નવા રોડ બનાવવાના તથા મહાનગરમાં સમાવિષ્ટ ઝુંડાલ, ભાટ, કોટેશ્વર, કોબા, વાસણા હડમતીયા, સરગાસણ અને રાંધેજામાં હયાત ડામર રોડના રિસરફેસિંગના કામો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત હાથ ધરાશે.

શહેરોમાં લોકોની સુવિધામાં થશે વધારો

રાજ્યના નગરો, મહાનગરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસ કામો સંબંધિત નગરો-મહાનગરોની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપવાના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના આ અભિગમથી શહેરી જનસુખાકારીના કામોમાં નવી દિશા મળી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાના કેસો વધતા બંધ કરાયેલા ડોમ ફરી શરૂ કરાશે, હવેથી જાહેર સ્થળોએ થશે ટેસ્ટિંગ

આ પણ વાંચો: CNG Price hike: મહત્તમ ભાડું વધારવાનું નક્કી જ હતું, અમને લોલીપોપ આપ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.