ETV Bharat / city

Gujarat Assembly 2022: વીરજી ઠુમ્મરે વિધાનસભામાં ખેડૂતોના પ્રશ્નોના મુદ્દે સરકારને બરાબરની સાણસામાં લીધી - ગુજરાતનું દેવું

ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022) કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મરે કહ્યું કે કોંગ્રેસે જે મિલકતો બનાવી તે ભાજપ સરકાર વેચી રહી છે. તેમણે કહ્યું કે વિધાનસભા પણ કોંગ્રેસના શાસનમાં ઊભી થઈ હતી તેને પણ વેચી દેવામાં ન આવે. સાથે જ કોંગ્રેસ નેતાએ આરોપ લગાવતા કહ્યું કે PM મોદીની ગુજરાત યાત્રા પાછળ 200 કરોડનો ખર્ચ થયો છે.

Gujarat Assembly 2022: વીરજી ઠુમ્મરે કહ્યું - કોંગ્રેસે બનાવેલી મિલકત સરકાર વેચી રહી છે, વિધાનસભા પણ વેચી દેવામાં ન આવે

author img

By

Published : Mar 15, 2022, 3:50 PM IST

Updated : Mar 15, 2022, 8:52 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022) સત્રના 9માં દિવસે બજેટ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે (Congress Leader Virji Thummar) સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. બજેટના ત્રીજા દિવસની માંગણી પર ચર્ચા કરતા કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, સરકારે આ બજેટમાં ખેડૂતો સાથે ભારે અન્યાય કર્યો છે. ખેડૂતોને સપના દેખાડતી આ સરકાર છે. દેશ અને રાજ્યના વિકાસમાં કૃષિ ક્ષેત્રનું 18 ટકા જેટલું યોગદાન છે, તેમ છતાં પણ સરકારે તેના બજેટમાં 3.72 ટકા જેટલો જ હિસ્સો કૃષિક્ષેત્રે (Education Sector In Gujarat) ફાળવ્યો છે.

કોંગ્રેસે ઊભી કરેલી મિલકત સરકાર વેચી રહી છે-તેમણે કહ્યું કે, દરરોજ નવા સપના દેખાડનારી સરકાર કોંગ્રેસને સતત ગાળો આપી રહી છે. મને ચિંતા છે કે કોંગ્રેસે ઊભી કરેલી મિલકતને આ સરકાર વેચી રહી છે. વિધાનસભા પણ કોંગ્રેસના શાસનમાં ઊભી થઇ છે તેને પણ વેચી દેવામાં ન આવે. જો કે આ શબ્દોને દૂર કરવા માટે અધ્યક્ષે જણાવ્યું હતું. વધુમાં વીરજી ઠુમ્મરે જણાવ્યું કે, GNFC જેવી કંપનીઓ બંધ થઈ રહી છે. ઇફ્કો સંસ્થા થકી આજે ખાતર (fertilizer in gujarat) મળી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી (natural farming in gujarat)ની વાતો કરતી આ સરકારે એકપણ રૂપિયો આ બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે વાપર્યો નથી. પ્રાકૃતિક ખેતી કેટલા અંશે સફળ થશે તે પણ એક પ્રશ્નાર્થ છે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022 : વિધાનસભામાં બેરોજગારીથી લઈને અનેક મુદ્દા રહ્યાં ચર્ચામાં

ખેડૂતો માટે વધુ બજેટ કેમ ન ફાળવાયું? - વીરજી ઠુમ્મરે કહ્યું કે, UPA સરકારે ગુજરાતને થપ્પડ મારી એવું તત્કાલીન મુખ્યપ્રધાન અવાર-નવાર કહેતા હતા. આજે તેઓ દેશના વડાપ્રધાન છે ત્યારે ખેડૂતો માટે વધુ બજેટ કેમ ન ફાળવી શક્યા? ખાતરના ભાવ (Fertilizer prices In Gujarat)માં વધારો થયો અને પાક વીમા માટે કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. રાસાયણિક ખાતરની શોધ કરનારા વૈજ્ઞાનિક પણ ભગવાન સમક્ષ માફી માંગે છે કે, મારી ભૂલ થઈ ગઈ કે મેં રાસાયણિક ખાતરની શોધ કરી છે.

મોદીની ગુજરાત મુલાકાત પાછળ 200 કરોડના ખર્ચ! - વીરજી ઠુમ્મરે વધુમાં કહ્યું કે, આગામી વર્ષ માટે 51,000 લાખનું દેવું ગુજરાત (Debt of Gujarat) ઉપર વધી રહ્યું છે. 3.50 લાખ કરોડનું દેવું અત્યારે હાલ ગુજરાત ઉપર છે. હાલ સરકારને મળતી આવકમાંથી 17 ટકા રકમ દેવાનું વ્યાજ ભરવામાં વાપરી રહી છે. તો બીજી તરફ મારા સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર દેશના વડાપ્રધાન હમણાં ગુજરાતની મુલાકાતે આવ્યા તેની પાછળ અંદાજે રૂપિયા 200 કરોડનો ખર્ચ થયો હોવાનું જાણવા મળ્યું છે. સરપંચના નામે ભાજપના કાર્યક્રમો (BJP Programs In Gujarat) યોજવામાં આવે છે. તો બીજી બાજુ ખેલેગા ગુજરાત, રમશે ગુજરાત જીતશે ગુજરાત નાટક પણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: રાજયમાં તાલુકા શિક્ષકોની 93 અને કેળવણી નિરીક્ષકોની 563 જગ્યાઓ ખાલી

59 નેતાઓને ભાજપ ટિકિટ નહીં આપે - કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ગુજરાત રમશે અને ગુજરાત જ જીતવાનું છે. નીતિન પટેલ તો હારી ગયા છે. હવે પછીના ઇલેક્શનમાં 59 લોકોને ટિકિટ ભાજપ આપવા માંગતી નથી. અગાઉના પ્રધાન અને મુખ્યપ્રધાનના ભ્રષ્ટાચારો વધી ગયા હોવાના કારણે નવા ચહેરાઓને તક આપી સરકારે તમામ લોકોને ઘર ભેગા કર્યા છે.

રાજ્યમાં 6,188 આંગણવાડી જર્જરિત - તેમણે શિક્ષણ ઉપર વાત કરતાં કહ્યું હતું કે, દેશના કુલ બજેટના 6 ટકા બજેટની રકમ શિક્ષણ માટે ફાળવવી જોઇએ. પરંતુ ગુજરાત સરકારે માત્ર 1.53 ટકા જેટલી જ રકમ બજેટની ફાળવણી કરી છે. પરિણામે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ સુવિધાઓ મળી શકતી નથી. જેના કારણે ઇજનેર જેવા અભ્યાસક્રમોનો ખર્ચો વધી રહ્યો છે. જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આ વાત નીતિન પટેલે પણ સ્વીકારી છે. હાલ મધ્યાહન ભોજન યોજના શરૂ ન થવાના કારણે શાળામાં હજુ પણ બાળકો આવતા નથી. આ સરકારે મહિલા અને બાળ વિકાસના બજેટમાં પણ મામૂલી વધારો કર્યો છે. હાલ રાજ્યમાં 6,188 આંગણવાડી જર્જરિત છે. તેમજ 18 -19 વર્ષમાં એક પણ આંગણવાડી ન બાંધી હોવાનો આક્ષેપ વીરજી ઠુમ્મરે કર્યો હતો.

Last Updated : Mar 15, 2022, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.