- પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
- વર્તમાન ચેરમનને ઓડિટમાં છેતરપિંડીનો ખ્યાલ આવ્યો
- બેન્કના ખાતાંમાં જ લોનની રકમ જમા નહોતી થઈ
ગાંધીનગર : રાંધેજાની સહકારી મંડળીમાં 2019થી માર્ચ 2021 સુધી ચેરમેન તરીકે બળદેવભાઈ પટેલ અને સેક્રેટરી તરીકે બાબુગિરી ગોસ્વામી કાર્યરત હતાં. મંડળી દ્વારા કિસાન મિત્ર લોન કેસીસી લોન આપવામાં આવે છે. જેમાં લોનની ચુકવણી ખેડૂત ખાતેદારની જમીન પરથી નક્કી થાય છે ત્યાર બાદ આ લોન ખેડૂતોને અપાતી હોય છે. ત્યારે હાલના ચેરમેન બળદેવભાઈ પટેલ દ્વારા મંડળીનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જ્યાં પૂર્વ સેક્રેટરી અને પૂર્વ ચેરમેન ખેડૂતોને આપવામાં આવેલી લોન પેટે રસીદ આપી હતી પરંતુ લોન પેટેની રકમ સહકારી મંડળીના બેંકના ખાતામાં જમા નથી કરાવ્યાં. જેથી આ છેતરપિંડીનો ભેદ ખુલ્યો હતો.
ઓડિટ દરમિયાન સાચી વિગતો સામે આવી
ઓડિટ દરમિયાન એવી વિગતો સામે આવી હતી કે, ખેડૂતોના નામે કેસીસી અને કિસાન સુવિધા લોન અલગ-અલગ ખેડૂતોના નામે મેળવવામાં આવતી હતી. પરંતુ સામે મંડળીના બેંક ખાતામાં રકમની એન્ટ્રી જ નહોતી. આ સિવાય 88,500ની રકમ પણ મોડી જમા કરાવી હતી. આમ આ છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવતા વર્તમાન ચેરમેને પેથાપુર પોલીસમાં વિશ્વાસ ઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરાવી ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસને મળેલા આધાર પુરાવાઓના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
મંડળીમાં કુલ 600 ખેડૂત સભ્યો છે, 7 ખેડૂતોએ લોન લીધી હતી
મંડળીમાં કુલ 600 ખેડૂત સભ્યો છે જેમને સુવિધા માટે લોનની વ્યવસ્થા સહકારી મંડળી દ્વારા કરવામાં આવે છે ત્યારે 7 ખેડૂતોએ લોન લીધી હતી પૂર્વ ચેરમેનએ પોતાના સમયગાળા દરમિયાન આ છેતરપિંડી કરી હતી. આ સાથે ખેડૂતોને આપવામાં આવેલી લોન પેટેની રકમ 7.22 લાખ આપવામાં આવી હતી પરંતુ લોન પેટે આપેલી રકમ બેંકના ખાતામાં જમા નહોતી થઈ. જેથી દર વર્ષે થતા ઓડિટમાં આ ભેદ ખૂલ્યો હતો. વર્તમાન ચેરમેનને જાણ થતાં તેમણે આ બાબતની ગંભીરતા લઈને પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ Cyber Crime: અમદાવાદમાં સોશિયલ મીડિયા થકી છેતરપિંડી કરનારી બંટી-બબલીની જોડી ઝડપાઇ
આ પણ વાંચોઃ ખેતરમાં મોબાઈલ ટાવર નાખવાના નામે છેતરપિંડી આચરતી ઠગ ટોળકી દિલ્હીથી ઝડપાઈ