- દિવાળીના ત્રણ દિવસ પહેલા બસો અલગ-અલગ રૂટ માટે મોકલવામાં આવશે
- ટોટલ 130 બસો પ્રવાસીઓ માટે દોડાવાશે
- પ્રવાસીઓને વતનમાં જવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે રૂટ વધારાશે
ગાંધીનગર : ગાંધીનગર ડેપો (Gandhinagar ST Depot) 60 એક્સ્ટ્રા બસો જુદા જુદા રૂટમાં દોડાવશે. અત્યારે રેગ્યુલર રૂટો પર બસો દોડાવવામાં આવી રહી છે પરંતુ દિવાળીના (Diwali holidays ) તહેવારને ધ્યાનમાં રાખી પ્રવાસીઓને વતનમાં જવા માટે કોઈ મુશ્કેલી ના પડે તે માટે બસના રૂટ વધારવામાં આવશે અને અલગ-અલગ રૂટ પર બસો દોડાવવામાં આવશે. જે માટે અત્યારથી ડ્રાઇવર અને કંડક્ટરને સૂચન કરી દેવામાં આવ્યું છે.
સૌથી વધુ દાહોદ વિસ્તારમાં 15 થી 20 બસો રૂટમાં મોકલવામાં આવશે
Gandhinagar ST Depot મેનેજર કીર્તન પટેલે કહ્યું કે, જુદા જુદા કામ માટે રોકાયેલા લોકો તેમજ અહીં કામ કરતા લોકો તેમના વતન દિવાળીની ( Diwali holidays ) રજાઓમાં જતા હોય છે ત્યારે તેમના હિતને ધ્યાનમાં રાખી બસો દોડાવવામાં આવશે. જેમાં સૌથી વધુ દાહોદ વિસ્તારમાં બસો દોડાવવામાં આવશે. પ્રવાસીઓની માગણી પ્રમાણે આ બસો દોડાવવામાં આવશે. દિવાળી માટે 50થી 60 બસોને દોડાવવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ એટલી બસો મોકલાશે. બરોડા અને દાહોદમાં પેસેન્જર વધુ હોવાથી ત્યાં વધુ બસો દોડાવવામાં આવશે. દિવાળી કરવા માટે પ્રવાસીઓ ઘરે જતા હોવાથી આ બસની રૂટ ત્યાં મોકલવામાં આવશે.
અત્યારે રૂટિન રૂટ પર 80 જેટલી બસ દોડી રહી છે
ગાંધીનગર ડેપોમાં (Gandhinagar ST Depot) અત્યારે રેગ્યુલર રૂટ પ્રમાણે 80 બસો ગાંધીનગરથી અલગ ડેપો માટે દોડાવવામાં આવતી હોય છે. પરંતુ દિવાળીમાં ( Diwali holidays ) રૂટ અને બસો વધારવામાં આવશે. જેથી ટોટલ 130 જેટલી બસો દિવાળીના તહેવારમાં દોડાવવામાં આવશે. પોઈન્ટ પ્રમાણે કંડકટરને ડ્રાઈવરને રૂટ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સિટી બસો શરૂ થયાના 2 મહિનામાં 10,000 પેસેન્જરો ઘટ્યા
આ પણ વાંચોઃ દિવાળી તહેવારમાં રાજકોટ એસટી ડિવિઝન 100 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવશે