ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલ હવે ધીમે ધીમે જામતો જાય છે. દિવાળી બાદ અથવા તો નવરાત્રિ પછી તાત્કાલિક ધોરણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના આગેવાનો ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત સરકાર અને ભાજપ પર ગુજરાતમાં મબલખ ડ્રગ્ઝનું વેચાણ થાય છે તેવા ( Drugs Issue in Gujarat Aseembly Election) આક્ષેપો કર્યા છે, ત્યારે ડ્રગ્સ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મુદ્દો ( All Political Parties Stir up ) બની ગયો છે. રાહુલ ગાંધીએ ગુજરાતના દરિયાકિનારે કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાયા હોવાના આક્ષેપ સરકાર પર કર્યા હતાં. ગુજરાત નશાવાળું રાજ્ય બનતુ જઈ રહ્યું છે.
આપ પ્રમુખે હર્ષ સંઘવીને કહ્યું ડ્રગ્સ સંઘવી અને થયો પોલીસ કેસ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને બાબતે ડ્રગ્ઝ સંઘવી કહીને સંબોધન કર્યું હતું. તેમના વિરુદ્ધમાં સુરત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ બાબતે અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો રાજ્ય સરકાર અને ભાજપ પર કરવામાં આવ્યા છે અને ભાજપ તેના જવાબ આપી રહી છે.
મોટા માથા પકડની બહાર ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પક્ષ અને સરકાર પર ડ્રગ્સ બાબતે અનેક આક્ષેપ પ્રતિઆક્ષેપ ( Drugs Issue in Gujarat Aseembly Election) કરવામાં આવી રહ્યા છે. જ્યારે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. પરંતુ જે મોટા માથા છે તે હજી સુધી પકડની બહાર હોવાના આક્ષેપ પણ ભૂતકાળમાં બંને પક્ષો દ્વારા કરવામાં આવ્યા છે. આમ ફક્ત નાના લોકોની ધરપકડ કરીને જ સરકાર સંતોષ માની રહી હોવાનો આક્ષેપ વિપક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય વિપક્ષો ડ્રગ્સ બાબતે રાજકારણ કરીને આગળ વધી રહ્યા છે.
અમારે ડ્રગ્સ બાબતે રાજકીય રમત નથી કરવી ઉલ્લેખનીય છે કે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ( Harsh Sanghvi Reaction) એ શિક્ષક દિનના કાર્યક્રમ દરમિયાન પણ સ્પષ્ટપણે નિવેદન ( Reactions over Drugs Politics ) આપ્યું હતું કે ડ્રગ્સ પકડાવવું અને પકડવું એ બંનેમાં ખૂબ જ મોટો ફરક છે. મીડિયા સાથેની વાતચીતમાં પણ હર્ષ સંઘવીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર ડ્રગ્સ બાબતે કોઈપણ રાજકીય રમત ( Drugs Issue in Gujarat Aseembly Election) કરવા માંગતી નથી. ઉપરાંત સમગ્ર વિશ્વ અને દેશ જાણે છે કે સૌથી વધુ ડ્રગ્સનું સેવન દિલ્હી અને પંજાબમાં થઈ રહ્યું છે. જ્યારે મહારાષ્ટ્રના ગત સરકારના ગૃહપ્રધાન પણ હપ્તા લેવામાં વ્યસ્ત હતાં. ત્યારે ગુજરાત પોલીસે મહારાષ્ટ્રના સલીમ નામના એક વ્યક્તિ પાસેથી 1000 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરીને મહારાષ્ટ્રના યુવાઓનું ભવિષ્ય બચાવ્યું છે. ગુજરાતમાં પકડાયેલા તમામ ડ્રગ્સના કન્સાઇન્મેટ પંજાબ અને દિલ્હી તરફ જઈ રહ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત છેલ્લા 11 મહિનામાં કરેલી કાર્યવાહી જોવામાં આવે તો કુલ 455 કેસ 763 આદમીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ તમામ લોકો અત્યારે જેલ હવાલે છે અને કોઈપણ આરોપીને જામીન પણ પ્રાપ્ત થયા નથી, ત્યારે અમે ફક્ત યુવાઓ માટે લડી રહ્યા છે રાજકારણ માટે નહીં.
અમે દેશના યુવાઓ માટે કામ કરી રહ્યા છીએ તે વિપક્ષને ગમતું નથી ગુજરાત ભાજપ પ્રદેશના મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે ETV Bharat સાથે ખાસ વાતચીત ( Reactions over Drugs Politics ) કરતા જણાવ્યું હતું કે અમે ગુજરાત નહીં, પરંતુ દેશના તમામ યુવાઓ માટે કામ કરી રહ્યા છીએ. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે પરંતુ વિપક્ષ દ્વારા આ મુદ્દાને લઈને રાજકારણ ( Drugs Issue in Gujarat Aseembly Election) કરવામાં આવી રહ્યું છે. અમે દેશના યુવાઓનો ભવિષ્ય સારું રહે તે માટે કામગીરી કરી રહ્યા છીએ પરંતુ જો તેમને સારું ન લાગે તો અમે આમાં કંઈ કરી શકે તેમ નથી.
ડ્રગ્સનો મુદ્દો મોટો બનશે નહીં ડ્રગ્સના રાજકારણ બાબતે રાજકીય તજજ્ઞ જયવંત પંડ્યાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા ( Reactions over Drugs Politics ) જણાવ્યું હતું કે વિપક્ષો ડ્રગ્સના મુદ્દે જે ઉહાપોહ કરી રહ્યા છે તે વાજબી છે. સરકાર અત્યારે ડ્રગ્સ પકડી રહી છે, આરોપીઓ ઝડપી રહ્યાં છે. જ્યારે પહેલા આરોપીઓ અને ડ્રગ્સ ઝડપાતા ન હતાં. ત્યારે આ મુદ્દો એક મહત્વનો મુદ્દો બનશે, પણ આ મુદ્દાને પ્રચારમાં મહત્વ મળશે નહીં. આમ આદમી પાર્ટી માટે ચૂંટણીલક્ષી મુદ્દો ( Drugs Issue in Gujarat Aseembly Election) રોજગારી, આરોગ્ય અને શિક્ષણ મુદ્દો છે. જ્યારે કોંગ્રેસ માટે ચૂંટણીમાં ખેડૂતો, મહિલાઓ, બેરોજગારી મહત્વનો મુદ્દો વિધાનસભા ચૂંટણી પ્રચારમાં બનશે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત ( Reactions over Drugs Politics ) કરતા સરકાર પર આક્ષેપ કર્યા હતાં કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં પરિવર્તન સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં પણ બાબતે વાત કરી હતી. દેશ કે રાજ્યનો કોઈ પણ યુવાન ડ્રગ્સની નશાખોરીમાં ન ધકેલાવો જોઇએ. નશાના કારોબારને રોકવામાં નક્કર પગલાં ન ભરે તો પેઢી પણ બરબાદ થશે અને દેશ રાજ્યને પણ નુકશાન થશે. ગુજરાતમાં જે રીતે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેનાથી અનેકગણો જથ્થો માર્કેટમાં ફરી રહ્યો છે. રાજ્યમાં મોંઘું શિક્ષણ, દારૂની રેલમછેલથી આખી પેઢી બરબાદ થઈ રહી છે. સરકાર સામાન્ય બાબતમાં વાતો કરે છે તો ડ્રગ્સના કારોબારમાં મૂળ સુધી કેમ પહોંચતી નથી.
આમ આદમી પાર્ટીના પ્રવકતા કરન બારોટે ડ્રગ્સ બાબતે આક્ષેપ ( Reactions over Drugs Politics ) કર્યા હતાં કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં કરોડોમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને તેની માત્રામાં દિવસે અને દિવસે વધારો થઇ રહ્યો છે. ગુજરાતના યુવાનોની કમનસીબી છે કે 27 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે તેના પાછળ પોલીસની કામગીરી વખાણવાલાયક છે અને પંજાબ પોલીસે પણ ગુજરાતની મદદ તાજેતરમાં ડ્રગ્સ પકડવા માટે કરી છે. પરંતુ ક્યાં સુધી ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર ( Drugs Issue in Gujarat Aseembly Election) થતો રહેશે કેમ સરકાર એની પાછળના મૂળ સુધી પહોંચી નથી શકતી ? આજે શું CBI અને ED નો ઉપયોગ ખાલી વિપક્ષની પાર્ટીઓને હેરાન કરવા પાછળ જ સરકાર કરશેે ? પંજાબમાં જયારે ભાજપ અને અકાલી દળની સરકાર હતી ત્યારે ભાજપે પંજાબની હાલત ઉડતા પંજાબ જેવી કરી હતી. શું ભાજપ હવે ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા માગે છે ?