- 24 કલાકમાં કોરોનાના નવા 1126 કેસ નોંધાયા
- સૌથી ઓછો 1 કેસ ડાંગ જિલ્લામાં નોંધાયો
- સૌથી વધારે 167 કેસ સુરતમાં નોંધાયા
- અમદાવાદમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 40,566
ગાંધીનગરઃ રાજ્યમાં 90 દિવસ બાદ એટલે કે ગઈકાલે સોમવારે કોરોનાના કેસનો આંકડો 1 હજારથી નીચે આવ્યો હતો. જોકે આ આંકડો માત્ર 24 કલાક પણ યથાવત્ ન રહી શક્યો. રાજ્યમાં 24 કલાકમાં જ કોરોનાનો આંકડો 1 હજારને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1126 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 1,61,848 થઈ ચૂક્યા છે અને 1128 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જિલ્લા મુજબ કોરોનાના આંકડા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન વિસ્તારમાં 167, અમદાવાદ કોર્પોરેશન-164, રાજકોટ કોર્પોરેશન-72, સુરત-64, વડોદરા કોર્પોરેશન-71, જામનગર કોર્પોરેશન-46, મહેસાણા-46, વડોદરા-42, નર્મદા-33, રાજકોટ-32, સુરેન્દ્રનગર-30, સાબરકાંઠા-28, બનાસકાંઠા-26, જામનગર-25, ગાંધીનગર કોર્પોરેશન-23, અમરેલી-20, ગાંધીનગર-20, ભરૂચ-19, પંચમહાલ-17, કચ્છ-16, અમદાવાદ-14, આણંદ-14, ભાવનગર કોર્પોરેશન-14, ગીર સોમનાથ-13, પાટણ-13, મોરબી-12, દાહોદ-11, જૂનાગઢ-11, કોર્પોરેશન-10, નવસારી-9, ખેડા-7, તાપી-7, ભાવનગર-5, છોટાઉદેપુર-5, પોરબંદર-5, બોટાદ-4, દેવભૂમિ દ્વારકા-4, અરવલ્લી-2, મહિસાગર-2, વલસાડ-2, અને ડાંગમાં 1 કેસ સામે આવ્યો છે.
અમદાવાદમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવના 40,566 કેસ
હાલમાં 76 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી કોરોનાને કારણે રાજ્યમાં કુલ 3654 લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં સૌથી વધુ 40,566 કેસ અમદાવાદમાં નોંધાયા છે. 24 કલાકમાં સુરતમાં 231 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.