ગાંધીનગર: જયંતિ રવિએ વધુમાં જણાવ્યું કે, આ વારસને કારણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આવનારા મહિલા દિવસે પોતાનો કાર્યક્રમ રદ કર્યો છે. કોઈપણ સંજોગોમાં વધારે લોકો એક જગ્યાએ ભેગા ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
આ વખતે ડાકોરમાં પણ જે વિદેશી લોકો ડાકોરમાં દર્શન કરવા આવશે તેમના માટે અલગ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે વિધાનસભાની અંદર મુલાકાતીઓને લઈને વિધાનસભા ગૃહમાં ગરમાગરમી થઈ હતી. જે રીતના કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે અને ગુજરાત વિધાનસભામાં મુલાકાતીઓની હજારોની સંખ્યામાં મુલાકાત લે છે. તે અંગે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ મુદ્દો ઉઠાવીને વિધાનસભાગૃહમાં આવતા લોકોને મુલાકાતીઓ પર પ્રતિબંધ લાગવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
આ ઉપરાંત ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ અધ્યક્ષને પત્ર લખીને મુલાકાતીઓ માટે માસ્કની સુવિધાઓ કરવામાં આવે તે અંગેની પણ રજૂઆત કરી હતી.