- સીએમ વિજય રૂપાણીએ પશુપાલકો સાથે કરી ચર્ચા
- મનની મોકળાશ કાર્યક્રમ હેઠળ પશુપાલકો સાથે કરી ચર્ચા
- આગામી સમયમાં શ્વેતક્રાંતિને વધુ વેગવાન બનાવવા માટેનું આયોજન
- ગામડામાં લાઈટ કનેક્શન બાબતે સરકાર વિચારણા કરશે
- આગામી સમયમાં શ્વેતક્રાંતિ વધુ વેગ પકડશે
ગાંધીનગર: મનની મોકળાશ કાર્યક્રમ બાદ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે અત્યારે રાજ્યમાં શ્વેતક્રાંતિ આવી છે, પરંતુ હજુ પણ આગામી સમયમાં શ્વેતક્રાંતિ વધુ વેગ પકડે તેવી રીતે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. જ્યારે ગુજરાતનો ડેરી ઉદ્યોગનો સારો વિકાસ થયો છે, આ ઉપરાંત અમુલ કંપનીએ તો સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.
લોકડાઉનમાં પણ વ્યવસ્થા સચવાઈ
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લોકડાઉનને યાદ કરતા પશુપાલકોને અભિનંદન આપ્યા હતા, આ ઉપરાંત રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન પણ દૂધની સપ્લાય સારી રીતે હતી, આ ઉપરાંત લોકડાઉન દરમિયાન તમામ સુખ-સુવિધાઓ વ્યવસ્થાઓ બંધ રાખી હતી, પરંતુ દૂધનું વેચાણ સતત ચાલુ રાખવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડી ન હતી, વ્યવસ્થા પણ બરાબર રાખવામાં આવી હતી.
ગામડામાં તબેલાઓને વીજ કનેક્શન બાબતે વિચારણા કરાશે
પશુપાલકોએ ખેતરમાં રહેલા તબેલામાં વીજ કનેક્શન આપવા બાબતની રજૂઆત મુખ્યપ્રધાનને મનની મોકળાશ કાર્યક્રમમાં કરી હતી, આ બાબતના જવાબમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, હું ગામડામાં તબેલાને વીજ કનેક્શન આપવા બાબતે સરકારમાં વિચારણા કરાશે, આગામી સમયમાં આ રીતનું આયોજન પણ કરવામાં આવશે, જ્યારે અત્યારે વર્તમાન સમયમાં જ્યોતિગ્રામ યોજના બાબતે વીજળી આપવામાં આવી રહી છે.
દરરોજ 300 લાખ લીટર દૂધ ઉતપન્ન થાય છે
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં રોજનું 300 લાખ લિટર દૂધ ઉત્પાદન કરવામાં આવે છે જેમાં સૌથી વધુ મહત્વનો ફાળો પશુપાલકોનો રહ્યો છે જ્યારે ડેરી વ્યવસ્થાના કારણે જ આપણે આ મુકામ સુધી પહોંચી શક્યા છીએ. ઉપરાંત સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ અમૂલના કારણે પણ પ્રખ્યાત થયું છે. ઉપરાંત ગીરની ગાયનું દૂધ સમગ્ર ગુજરાતમાં મળતું રહે તે માટેની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર આગામી સમયમાં કરશે.