ગાંધીનગરઃ CM રૂપાણીએ કોરોના વાઇરસના રાજ્યમાં વધેલા સંક્રમણને પગલે જે પોલીસ, આરોગ્ય સેવાઓ, નગરપાલિકા-મહાનગરપાલિકાની સેવાતંત્રોના કર્મીઓ-અધિકારીઓ સહિત રાજ્ય સરકારના જે કર્મયોગીઓ તેમની આ ફરજ દરમિયાન કોરોના વાઇરસની ચપેટમાં આવ્યા છે. તેમની સારવાર સવિશેષ કાળજી લેવાની સુચનાઓ આપી છે. તેમણે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતીની સમીક્ષા માટે નિયમીત વીડિયો કોન્ફરન્સીંગથી યોજાતી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ સુચનાઓ આપી હતી.
વિજય રૂપાણીએ CM- કોમનમેન તરીકે કોરોના રોગગ્રસ્તો, કવોરેન્ટાઇન થયેલા વ્યક્તિઓ, તબીબો અને આરોગ્ય સેવાકર્મીઓ, સફાઇકર્મીઓ, સરપંચો અને પોલીસ જવાનો સાથે વખતોવખત સંવાદ સાધીને તેમની કાળજી લીધી છે. સ્વાસ્થ્યની ચિંતા કરી છે. તેમણે રાજ્ય સરકારના કર્મચારીઓના વડીલ સ્વજન તરીકે રાજ્ય સેવાના કોરોનાગ્રસ્ત થયેલા કર્મચારી-અધિકારીઓની સારવાર વિશેષ કાળજી લેવાની સુચનાઓ આપી છે.