ETV Bharat / city

Child vaccination Gujarat : 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ - High School Vaccination in Gujarat 2022

સરકાર દ્વારા રાજ્યના 35 લાખ બાળકોને રસી આપવાનો ટાર્ગેટ છે, ત્યારે ગાંધીનગર ખાતેથી આજે સોમવારથી બાળકોના રસીકરણના રાજ્યવ્યાપી અભિયાનનો (Child vaccination Gujarat) મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.

vaccination of children
vaccination of children
author img

By

Published : Jan 3, 2022, 9:30 AM IST

Updated : Jan 3, 2022, 1:56 PM IST

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં અંદાજે 35 લાખથી વધુ બાળકોને રસીકરણનો લાભ આપવા રાજ્યના આરોગ્ય વિભાગે પૂરતી તૈયારીઓ કરી છે. કોબાની જી.ડી.એમ કોબાવાલા હાઇસ્કુલથી (GDM Kobawala High School Vaccination) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) સોમવારે 15થી 18 વર્ષના બાળકો માટે શરૂ થઈ રહેલા કોરોના વેક્સિનેશન અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કર્યો હતો.

દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ

પ્રથમ દિવસે જ પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું આયોજન

ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) વિસ્તારની કોબાની હાઇસ્કૂલથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીનગર પાલિકા વિસ્તારમાં (CM Bhupendra Patel Started Vaccination) સમાવિષ્ટ 93 જેટલી શાળાઓના અંદાજે 20 હજાર બાળકોને આ રસીકરણમાં આવરી લેવા આરોગ્ય કર્મીઓની 50 ટીમ કાર્યરત રહેવાની છે. આજથી એટલે કે 3 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા આ રસીકરણ અભિયાનમાં પ્રથમ દિવસે જ ગાધીનગર મહાનગરપાલિકા વિસ્તારની 13 શાળાઓના પાંચ હજાર બાળકોને વેક્સિન ડોઝ આપવાનું મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગે આયોજન કર્યું હતું.

પુરાવા ન હોય તો મોબાઈલ નંબરથી રસી

રસીકરણ માટે 1લી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે તેમજ ઓન ધ સાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. રજિસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજિસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે, જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક- આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ લાભાર્થી પોતાના સ્કૂલના આઈ કાર્ડનો ઉપયોગ કરીને Covin પર હાલના એકાઉન્ટના માધ્યમથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે.

કોવેક્સિન એ ભારત બાયોટેકની સ્વદેશી બનાવટની રસી

આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Health Minister Mansukh Mandviya) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીનું મિશ્રણ ટાળવા માટે 15- 18 વર્ષની વય જૂથ માટે અલગ રસીકરણ કેન્દ્રો, અલગ કતાર, અલગ સત્ર સ્થળ અને અલગ રસીકરણ ટીમો સ્થાપવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 27 ડિસેમ્બરે જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, માત્ર 15થી 18 વર્ષની વયના લોકો માટે જ કોવેક્સિન રસી ઉપલબ્દ્ધ હશે. અગાઉ 24 ડિસેમ્બરે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ (DCGI) 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કોવેક્સિન રસીના કટોકટીના ઉપયોગ માટે શરતી મંજૂરી આપી હતી. મહત્વનું છે કે કોવેક્સિનએ ભારત બાયોટેકની સ્વદેશી બનાવટની રસી છે.

ફ્રન્ટલાઇન વર્કર્સને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે

10 જાન્યુઆરી 2022થી હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ લાઇન વર્કર્સને પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. પ્રથમ ડોઝની જેમ તેને બૂસ્ટર ડોઝમાં પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. બૂસ્ટર ડોઝ માટે આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારોને ઉંમર અથવા બીમારીનું કોઈ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. તેઓ પ્રથમ અને બીજા ડોઝની જેમ કોવિન પ્લેટફોર્મ પર નોંધણી કરીને બૂસ્ટર ડોઝ લઈ શકશે.

આ પણ વાંચો: Covid Omicron Variant: ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ, દેશભરમાં કુલ 1,525 કેસ

આ પણ વાંચો: Harsh Sanghvi Visit Palitana: હર્ષ સંઘવી પાલીતાણાની મુલાકાતે, કહ્યું રાજ્યમાં લવ જેહાદ જેવા કિસ્સાની અમને જાણ કરો

Last Updated : Jan 3, 2022, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.