ETV Bharat / city

બૂલેટના સાયલેન્સરથી મોટો ઘોંઘાટ પેદા કરતાં લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માગ સાથે પ્રધાન ફળદુએ લખ્યો પત્ર

બુલેટના સાયલેન્સરમાં અનેક લોકો નાનો મોટો બદલાવ કરીને ફટાકડા જેવો અવાજ કાઢતા વારંવાર નજરે પડી રહ્યા છે, ત્યારે આવા અવાજ વિરુદ્ધ રાજ્યના કેબિનેટ પ્રધાને વાંધો ઉઠાવ્યો છે અને મોટા અવાજવાળા બુલેટને લઈને ફરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજ્યના ગૃહવિભાગને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બુલેટના સાયલેન્સરમાંથી મોટા આવાજો કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ

author img

By

Published : Feb 3, 2021, 5:19 PM IST

Updated : Feb 3, 2021, 8:00 PM IST

  • બૂલેટના સાયલેન્સરથી મોટો ઘોંઘાટ પેદા કરતાં લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માગ
  • વાહનવ્યવહાર પ્રધાન આર.સી. ફળદુએ પત્ર લખી કરી માગ
  • રાજ્યના ગૃહવિભાગને કેબિનેટ પ્રધાને પત્ર લખ્યો

ગાંધીનગરઃ રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ વાહન વ્યવહાર કમિશ્નર, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી કમિશ્નર, વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને સંબોધીને લેટર લખ્યો છે.

બુલેટના સાયલેન્સરમાંથી મોટા આવાજો કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ
બુલેટના સાયલેન્સરમાંથી મોટા આવાજો કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ

પત્રમાં શુ લખ્યું

જેમાં જણાવાયું છે કે, ગાંધીનગર તેમજ રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં આજકાલ બુલેટ લઈને નીકળતા ઈસમો પોતાની જાતિગત ઈમેજ ઊભી કરવા તથા રાહદારીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત થાય તે માટે ફૂલ સ્પીડમાં નીકળે છે. સાયલેન્સરનો અવાજ એટલો વિસ્ફોટક હોય છે કે નાના બાળકોના કાનમાં હંમેશા માટે બહેરાસ આવી જાય તેમ જ તેની આજુબાજુમાં વાહન ચલાવતા વ્યક્તિઓનું પણ ધ્યાન ડ્રાઇવિંગ પરથી હટી જવાના કારણે અકસ્માતો થતો હોય છે, જેથી બુલેટ પર થતાં મોટા અવાજ બંધ કરાવવા તેમજ આવા બુલેટ લઈને નીકળતા વ્યક્તિ સામે ફોજદારી તેમજ દંડનીય કાર્યવાહી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

પત્ર
પત્ર

હવે થશે કડક કાર્યવાહી ?

રાજ્યના કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુએ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને બુલેટમાંથી નીકળતા વિસ્ફોટક અવાજ બાબતે પત્ર લખીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે, ત્યારે હવે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું ?

Last Updated : Feb 3, 2021, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.