ETV Bharat / city

Budget session 2022 : RTPCR ટેસ્ટ જરૂરી નહીં પણ આ શરત સાથે પ્રવેશ મળશે - વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય

2જી માર્ચના રોજ ગુજરાત વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થશે. આ સત્ર દરમિયાન કોવિડ સામે પગલાંરુપે (Budget session 2022 ) અમુક નિર્ણય લેવાયાં છે.

Budget session 2022 :   RTPCR ટેસ્ટ જરૂરી નહીં પણ આ શરત સાથે પ્રવેશ મળશે

author img

By

Published : Jan 31, 2022, 8:40 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનું (Budget session 2022 ) આહ્વાન કર્યું છે. 2જી માર્ચના રોજ બજેટ સત્રની શરૂઆત થશે જ્યારે 3 માર્ચે ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચૌદમી વિધાનસભાનું આ અંતિમ બજેટ સત્ર (14th Gujarat Assembly Last Budget session ) છે.

3 માર્ચે ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે

RTPCR ટેસ્ટ જરૂરી નહીં

વિધાનસભા સત્ર બાબતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ (Assembly Speaker Nimaben Acharya) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને અને જે રીતે કેસો સામે આવી રહ્યા છે તેને ધ્યાનમાં લઇને RTPCR ટેસ્ટ જરૂરી નથી કોઈ પણ ધારાસભ્યને (Covid Protocol in Gujarat Assembly ) આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો નથી. પરંતુ ધારાસભ્યો તેમના પીએસ અને વર્ગ-૪ના કર્મચારીઓ માટે રસીકરણનું સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત (Budget session 2022 ) કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Legislative Budget 2022 : ભુપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ 3 માર્ચે રજૂ થશે

3 માર્ચના રોજ બજેટ રજૂ થશે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે 3 માર્ચના રોજ ગુજરાત રાજ્યનું બજેટ (Budget session 2022 ) રજૂ કરવામાં આવશે. જ્યારે આ બજેટ ચૌદમી વિધાનસભાનું અંતિમ બજેટ સેશન (14th Gujarat Assembly Last Budget session ) બની રહેશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022ના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ બજેટ અંતિમ રહેશે અને નાણાકીય વર્ષ 2022-23નું બજેટ પ્રથમ વખત નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ રજૂ કરશે.

આ પણ વાંચોઃ GMC Budget 2022: ગાંધીનગર મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, કયા નવા વિકાસના કામો થશે?

21 દિવસનું બજેટ સત્ર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની (Budget session 2022 ) વાત કરવામાં આવે તો 2 માર્ચથી 31 માર્ચ સુધી બજેટ 17 દિવસ કાર્યરત રહેશે. જેમાં 10 જેટલા કાયદાના સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. આ ઉપરાંત પાંચ દિવસ ડબલ બેઠક યોજાશે. જ્યારે આ સત્રમાં કુલ 25 બેઠક યોજાશે. જેમાં 10 ડબલ બેઠક હશે. જે દર મંગળવાર અને ગુરુવારે બે બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને કોઇપણ મુલાકાતીઓને પ્રવેશ (Covid Protocol in Gujarat Assembly) આપવામાં આવશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.