ETV Bharat / city

સાબરકાંઠાના હાપા ગામના 47 પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડાયા - Sabarkantha Himatnagar

સાબરકાંઠાના હિંમતનગર (Sabarkantha Himatnagar) તાલુકાના હાપા ગામના 47 પરિવારોને વહિવટીતંત્ર (Himantnagar Collector) દ્વારા સલામત સ્થળે આશ્રય અપાયો હતો. ભારે વરસાદના કારણે સંકટમાં મુકાયેલા પરીવારોને તંત્ર દ્રારા ત્વરીત સહાય પૂરી પાડવામાં આવી હતી. જેના પગલે લોકોએ પણ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાબરકાંઠાના હાપા ગામના 47 પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડાયા

author img

By

Published : Aug 1, 2022, 10:53 PM IST

હિંમતનગરઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. તેની સાબરકાંઠાના હિંમતનગરમાં (Sabarkantha Himatnagar) વહિવટીતંત્ર દ્વારા લોકોને ત્વરીત મદદ અને બચાવ રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સંકટમાં મૂકાયેલા (Himantnagar Collector) લોકોને ત્વરીત મદદ મળતા તંત્રનો આભાર વ્યકત કર્યો હતો. આવુ જ એક દ્રશ્ય જોવા મળ્યું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસેના હાપા ગામમાં. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સામે તંત્ર દ્વારા પણ ત્વરીત બચાવ પગલા લેતા હાશકારોનો અનુભવ કર્યો હતો.

આ પણ વાંચોઃ કચ્છમાં મૃતગાય મુદ્દે તંત્ર એક્શન મોડ પર, રાતોરાત કર્યો નિકાલ

આવું બન્યુંઃ હિંમતનગરના હાપા ગ્રામ પંચાયતની સામેના ફળીયામાં વસવાટ કરતા પરમાર પરિવારોના માથે આભ ફાટ્યુ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઘરની તમામ સાધન-સામગ્રી તેમજ ખાવાનું અનાજ સહિત ઘરવખરી પાણીમાં ગરકાવ થઇ હતી. તંત્રને લોકોએ જાણ કરતા તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ દ્વારા તાત્કાલિક બચાવ અને રાહતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ગામના ૪૭થી વધુ પરિવારના લોકોને ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષા હેતું ખસેડાયા હતા.

સાબરકાંઠાના હાપા ગામના 47 પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સાબરકાંઠાના હાપા ગામના 47 પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડાયા

આ પણ વાંચોઃ સામાન્ય પરિવાર માટે AMCનો નિર્ણય, દર્દીઓને હવે લેબોરેટરીની ચૂકવવી નહિ પડે ફ્રી!

જમવા સહિતની સગવડઃ આહીં તેમના રહેવા-જમવા સહિતની તમામ સગવડો સ્થાનિક તંત્ર દ્વારા પ્રાપ્ય કરાવાઇ હતી. આ ઉપરાંત જરૂરીયાત મુજબની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. સંકટ સમયે મળેલી સહાયથી તંત્રનો આભાર વ્યકત કરતા ગામના યુવક જીતેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતુંકે, અમારા ઘરમાં પાણી ભરાઇ જતા તંત્ર દ્વારા તાત્કાલિક બચાવની કામગીરી સાથે આશરો આપવાની વ્યવસ્થા ઉભી કરી તંત્રનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને મહિલા અગ્રણી કૌશલ્યાકુંવરબાએ પણ સ્થળ નિરીક્ષણ કરી લોકોની મદદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.